SCએ સહારા પ્રમુખ સુબ્રત રોયની પેરોલ ના વધારી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રુતો રોયને ફટકો આપ્યો છે. સુબ્રુતો રોયને હવે પાછુ જેલ જવું પડે. કારણકે સુપ્રીમ કોર્ટે રોયની પેરોલ વધારવાની ના પાડી દીધી છે. સુબ્રુતો રોયને તેમની માતાના નિધન પર મે મહિનામાં પરેલો મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે  ગત મહિને સુબ્રુતો રોયની પેરોલની મર્યાદા 23 સપ્ટેમ્બર કરી હતી.

જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પેરોલ એટલા માટે વધારવામાં આવી હતી કે જેથી રોય સેબીને 300 કરોડ જમા કરાવી શકે. પરંતુ હવે સુપ્રીમે ફરીથી પેરોલની અવધી વધારવાની ના પાડી દીધી છે. તેથી હવે સુબ્રુતો રોયને પાછા જેલમાં જવું પડશે.

68 વર્ષિય સુબ્રુતો રોયને માતાના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે પ્રથમ વખત પેરોલ મળી હતી. 5 મેના રોજ રોય રોયની માતાનું નિધન થયું હતું. તેઓ 6 મેના રોજ પેરોલ પર છૂટ્યા હતા. તે પેરોલ પર 200 કરોડ જમા કરાવવાના હતા. 11 મેના રોજ બે મહિના માટે પેરોલ વધારી હતી. સુબ્રુતો રોયને 4 માર્ચ 2014ના રોજ જેલમાં મોકલવામાં આવ્યાં હતા.

You might also like