મોંઘી સારવારને લઇ SCએ આપ્યો ઠપકો, કહ્યું,”સરકાર જલ્દી ઊઠાવે પગલાં”

નવી દિલ્હીઃ દેશમાં થઇ રહેલી મોંઘી મેડિકલ સારવાર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે,”હવે કંઇક કરવું પડશે કેમ કે આટલી મોંઘી સારવાર કરાવવા માટે જનતા સક્ષમ નથી.

કોર્ટની આ ટિપ્પણી ઘણી મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રીય ઔષઘિ મૂલ્ય પ્રાધિકરણે હાલમાં જણાવતાં કહ્યું હતું કે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની ચાર નાની હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી લેવામાં આવતા બિલમાં ખોટી યાદીવાળી દવાઓ અને તપાસની કિંમત સૌથી મોટો હિસ્સો હોય છે. જેમાં લાભ 1192 ટકા સુધીનો હોય છે.

ભારતમાં મેડિકલ સારવારનો ખર્ચ વધુઃ
રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇમ ઓથોરિટીઝ વિશ્લેષણ પ્રમાણે જીવન માટે જોખમી બનનાર લોહીનાં પરિભ્રમણની સારવાર માટે આપાતકાલીન કિસ્સામાં ઉપયોગમાં લેવાતી દવાઓમાં 1192 ટકા લાભ થઇ રહ્યો છે. ઔષધિ મૂલ્ય નિયમનકર્તાએ જણાવ્યું હતું કે એડીરનાર 2 એમએલનું ઇનજેક્શન મહત્તમ છૂટક મૂલ્ય 189.95 રૂપિયા છે અને હોસ્પિટલો માટે તેની ખરીદ કિંમત 14.70 રૂપિયા છે પરંતુ દર્દીઓ જોડેથી કર સાથે 5318.60 રૂપિયા વસૂલવામાં આવે છે.

ન્યાયમૂર્તિ મદન બી લોકૂર, ન્યાયમૂર્તિ કુરિયન જેસેફ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાએ ત્રણ સભ્યોની ખંડપીઠે જણાવ્યું હતું કે,’ભારતમાં મેડિકલ સારવારની કિંમત ખૂબ જ વધારે છે. સામાન્ય જનતા માટે આટલી વધુ કિંમત હોવાંને લીધે મેડિકલ સારવાર ઉત્તમ રીતે મળી શકતી નથી. સરકારે આ સંબંધિત કંઇક કરવું જોઈએ.”

પ્રદૂષણને અટકાવવા માટે થવો જોઇએ પ્રચારઃ
ઉચ્ચ અદાલતમાં આ વિશે ચર્ચા થઇ ત્યારે પીઠે કેન્દ્ર સરકાર પાસે જાણવા માગ્યું કે શું તેને જાહેર જનતાનાં સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસર અને એવી બીમારીઓની સારવાર માટે ખર્ચ થનાર રકમ વિશે કોઇ અભ્યાસ કરાવ્યો છે.

આનાં પર કેન્દ્ર તરફથી વધારાની સોલિસિટર જનરલ એ.એન.નાદકર્ણીએ પીઠને જણાવ્યું કે જનતાનાં આરોગ્ય પર વાયુ પ્રદુષણનાં પ્રભાવનો કંઇક અભ્યાસ થયો છે અને હજી પણ કંઇક અધ્યયન શરૂ છે.

પીઠે જણાવ્યું કે વાયુ પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કાયદાકીય પગલાં લેવાનો પ્રચાર કરવો જોઇએ જેથી જનતાને એ ખ્યાલ આવી શકે કે આ મામલામાં કંઇક કરવામાં આવી રહ્યું છે.

આ મુદ્દે નાડકર્ણીએ કહ્યું કે વાયુ પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ કરવા માટે પહેલેથી જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોર્ટે પર્યાવરણીય અધિવક્તા મહેશ ચંદ્ર મહેતા વાયુ પ્રદૂષણને રોકવા માટે 1985માં દાખલ કરવામાં આવેલ જનહિત અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં.

You might also like