SCમાં લોઢા કમિટીની ભલામણો મંજૂર, એક રાજ્ય એક વોટનો નિયમ થશે લાગૂ

નવી દિલ્હી: લોઢા કમિટીની ભલામણો વિરૂદ્ધ દાખલ બીસીસીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે બપોરે અંતિમ નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ લોઢા કમિટી દ્વારા બીસીસીઆઇમાં સુધારાને લઇને જે ભલામણો કરવામાં આવી છે તેમાંથી ઘણી બીસીસીઆઇને મંજૂરી ન હતી. જેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા નિર્દેશ
– કોઇપણ પદ માટે વય મર્યાદા 70 વર્ષની રહેશે.
– મંત્રી અને સરકારી અધિકારી બીસીસીઆઇની ગવર્નિંગ કાઉન્સિલ સાથે જોડાશે નહી.
– રાજ્યોમાં કાઉન્સિલમાં CAGનો એક સભ્ય સામેલ થશે.
– રાજ્યોમાં એકથી વધુ ક્રિકેટ એસોસિએશન હશે તો બધાને એક-એક વાર વોટ કરવાની તક આપવામાં આવશે, એટલે કે રોટેશન પ્રક્રિયા લાગૂ થશે.
– સટ્ટેબાજી પર સંસદને કાયદો બનાવવા માટે કહેવામાં આવ્યું. સાથે જ એ પણ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઇ કેવી રીતે આરટીઆઇના દાયરામાં આવે.
– જાહેરાત પોલીસીનો નિર્ણય બીસીસીઆઇ પોતે કરે.
– સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની ભલામણ-ટૂ-પ્લેયર્સ એસોસિએશનનો સ્વિકાર કર્યો છે.
– લોઢા કમિટી જૂના અને નવી જોગવાઇ પર ગૌર કર્યા બાદ 6 મહિનામાં રિપોર્ટ ફાઇલ કરશે.

સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાઓને લઇને હતી ચર્ચા-
– બીસીસીઆઇએ વન સ્ટેટ, વન વોટ પોલિસીનો વિરોધ કર્યો છે. તેની પાછળનું કારણ જણાવ્યું છે કે સમયની સથે અલગ-અલગ રાજ્યોમાં ઘણા એસોસિએશન બની ગયા છે, જો એક વોટનો નિયમ લાગૂ કરવામાં આવશે તો બાકી એસોસિએશનની સાથે અન્યાય થશે.
– બોર્ડે લોકપાલની નિયુક્તિનો વિરોધ કર્યો છે. બોર્ડનું કહેવું છે કે લોકપાલને વોટિંગની શક્તિ આપવી આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન હશે.
– સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ સાથે રાજ્ય ક્રિકેટ એસોસિએશનને આપવા આવતાં પૈસાની પાછળના માપદંડોની જાણકારી માંગી. કોર્ટે કહ્યું કે આ અનિયંત્રિત અને રાજકીય રીતે પ્રેરિત છે.
– બોર્ડે વિજ્ઞાપન પોલિસીને લઇને લોઢા સમિતિની ભલામણોનો વિરોધ કર્યો છે અને કહ્યું કે તેના પર ફરી વિચાર કરવામાં આવશે.
– કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે બોર્ડ કેમ ઇચ્છે છે કે તેમાં મંત્રીઓને સામેલ કરવામાં આવે અને વયમર્યાદાની મજબૂરીને કેમ માનવા તૈયાર નથી?
– બીસીસીઆઇ અને આઇપીએલ માટે અલગ-અલગ ગવર્નિંગ કાઉન્સિલના ગઠનો પણ વિરોધ.

You might also like