SBIએ મેટ્રો શહેરમાં ખાતામાં રાખવાની રકમ 5000થી ઘટાડી 3000 રૂપિયા કરી

ભારતીય સ્ટેટ બેંક દ્વારા મેટ્રો શહેરના પોતાના ગ્રાહકો માટે એક લાભદાયક પગલુ ભરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. બેંકે ઓછામાં ઓછા માસિક બેલેન્સની રકમ ઘટાડીને 3000 હજાર રૂપિયા કરી દીધી છે. આ રકમ પહેલા પાંચ હજાર રૂપિયા હતી.

એસબીઆઈના જણાવ્યા પ્રમાણે, તેમણે મેટ્રો અને શહેરી કેન્દ્રોને એક જ સીરીઝમાં રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં બેંકે ઓછામા ઓછું બેલેન્સ ન રાખવા પર દંડ પણ ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

સેમી અર્બન અને ગ્રામીણ કેન્દ્રોમાં આ દંડ 20 થી 40 રૂપિયા સુધી રાખવામા આવશે. જ્યારે શહેરી અને મેટ્રોના કેન્દ્રોમાં આ રકમ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા રાખવામાં આવશે. બેંક દ્વારા આ ફેરફાર ઓક્ટોબર 2017થી લાગુ કરવામાં આવશે.

બીજી તરફ પેન્શનના લાભાર્થીઓ, સરકાર તરફથી સામાજિક રીતે ફાયદો મેળવનાર અને તરુણ વયના લોકો માટે મેટ્રો શહેરમાં ઓછામાં ઓછી રકમની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. તેમને તેમના ખાતામાં ગમે તેટલા પૈસા રાખવાની છૂટ છે.

You might also like