SBIમાં બહાર પડી છે ભરતી, 50 હજાર મળશે Salary

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીના માધ્યમથી 47 જગ્યાઓ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા હો અને આ જગ્યા માટે યોગ્ય છો તો અરજી કરવાની અંતિમ તારીખ પહેલા ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકો છો.

જગ્યાની માહિતી : ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને 31,705-51,490 અથવા 50,030થી 59,170 રૂપિયા પે-સ્કેલ આપવામાં આવશે. આ જગ્યામાં ટ્રાન્સલેટર્સ, સેકટર ક્રેડિટ સ્પેશિયાલિસ્ટ, સેકટર રિસ્ક સ્પેશિયાલિસ્ટ વગેરે જગ્યા સામેલ છે. આ સાથે એક ઉમેદવાર એક જગ્યા પર જ અરજી કરી શકશે.

યોગ્યતા : ઉમેદવારની યોગ્યતા દરેક જગ્યા માટે અલગ-અલગ રાખવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારે મેનેજમેન્ટ સ્ટડીમાં એમએ કરેલું જરૂરી છે. દરેક જગ્યા માટે વિસ્તૃત જાણકારી જોવા તમારે આધિકારીક વેબસાઇટની નોટિફિકેશન જોઇ શકો છો.

ઉંમર – આ જગ્યા માટે 25 થી 35 સુધી ઉમેદવાર અરજી કરી શકે છે.

અરજી માટે ફી – ભરતીમાં જનરલ-ઓબીસી વર્ગના ઉમેદવારે 600 રૂપિયા અને એસસી-એસટી વર્ગના ઉમેદવારે 100 રૂપિયાની ફી ચકવવી પડશે. ફીની ચૂકવણી ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકાશે.

અંતિમ તારીખ – 22 નવેમ્બર, 2018

You might also like