SBI એ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા પર આપી રાહત…..

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના 25 કરોડથી વધારે સેવિંગ્સ એકાઉન્ટધારકો માટે રાહતના સમાચાર આપતા મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતા ચાર્જમાં 75 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. એસબીઆઇ દ્વારા જણાવામાં આવ્યું છે કે આ નિર્ણય તમામ હિતધારકો તરફથી મળતી પ્રતિક્રિયાઓના આધારે લેવામાં આવ્યો છે.

એસબીઆઇ સહિત દેશભરની અન્ય બેન્ક હવે ખાતામાં મિનીમમ બેલેન્સ ન હોવાને લઇને ચાર્જ લગાવી રહ્યા છે. હવે મેટ્રો શહેરમાં રહેનાર પર 3 હજાર રૂપિયા જ્યારે નાના શહેરના ગ્રાહકો માટે 2 હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે એક હજાર રૂપિયાનક્કી કરવામાં આવ્યા છે.

એસબીઆઇ દ્વારા 1 ઓક્ટોબરથી પોતાના મિનિમમ એવરેજ બેલેન્સના ચાર્જ નક્કી કર્યા હતા. જો કે અન્ય બેન્કમાં આ ચાર્જ 1 રૂપિયાથી લઇને 25 હજાર સુધી હોય છે. સરકારી બેન્કોમાં જ્યાં મિનિમમ બેલેન્સ પર ચાર્જ ઓછો હોય છે ત્યાં ખાનગી સેકટરની બેન્કોમાં આ ઘણો વધારે હોય છે. બેન્કે મેટ્રો અને મોટા શહેરમાં એકાઉન્ટધારકો પર લગાવામાં આવતા ચાર્જમાં ભારે ઘટાડો કર્યો છે.

You might also like