SBIની જાહેરાત જલ્દી નિકળી શકાશે 50 અને 20ની નોટ

નવી દિલ્હીઃ નોટબંદી બાદ છેલ્લાં એકસપ્તાહથી દેશભરમાં કેશનો કકળાટ ચાલી રહ્યો છે ત્યારે SBI દ્વારા રાહતના સમાચાર જાહેર કરાયા છે.SBIમાંથી 20 અને 50 રૂપિયાની નોટ નિકાળવાની સુવિધા આપવામાં આવશે. આ સાથે જ આજથી ATMમાંથી 2000ની નવી નોટો પણ નિકાળી શકાશે. ATMમાં નવી નોટોને કારણે આવી રહેલી મુશ્કેલી પર ટેકનિકલ ટીમ કામ કરી રહી છે. ત્યારે આજથી ATMમાંથી 2000ની નવી નોટો નિકાળી શકાશે.

500 અને 1000ની નોટ બંધ થયા બાદ છુટ્ટાની મારા મારી ઝેલી રહેલા લોકો માટે આ એક રાહતના સમાચાર છે. 8 નવેમ્બરની રાત્રે સરકાર તરફથી આ બે મોટીનોટો બંધ કરી દેવામાં આવી હતી. સામે 2000ની નવી નોટ બજારમાં ઉતારવામાં આવી હતી. જેથી નાની નોટો માટે ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ ATMમાં 100ની નોટ માટે ભારે ભીડ લાગતી હતી. તેવામાં SBI તરફથી 20 અને 50 રૂપિયાની નોટોની ઉપલબયધ્તાના એલાનને પગલે લોકોને મોટી રાહત થઇ છે. SBIની અધ્યક્ષ અરૂધતિ ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે ભીડ ઓછી થતાની સાથે જ તેઓ 50 અને 20ની નોટોનું પણ વિતરણ કરશે.

You might also like