Categories: India

SBIના મર્જર પ્લાનથી 5 સહયોગી બેંક નારાજ, 20 તારીખે હળતાલનું એલાન

મુંબઇઃ ભારતીય સ્ટેટ બેંક તરફથી મર્જર પ્લાનને કારણે નારાજ પાંચ સહયોગી બેંકોના કર્મચારીઓએ હળતાલની જાહેરાત કરી છે. આ હળતાલ 20 મેના રોજ છે. બેંક એસોશિયેશનને એક પ્રેસ નોટ બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે  એસબીઆઇ મેનેજમેન્ટના અયોગ્ય વ્યવહારને કારણે કર્મચારીઓને હળતાલ પર જવા મજબુર કર્યા છે. એસબીઆઇના નિર્ણય વિરૂદ્ધ ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઇ યૂનિયન એસોશિયેશને નારાજગી વ્યક્ત કરી છે. એસોશિયેશને જણાવ્યું છે કે એસબીઆઇ જબરજસ્તી બેંકોનું વિલિનકરણ કરે છે.

બેંકોએ બોલાવી તાત્કાલિક બેઠકઃ એસબીઆઇની પાંચ એસોશિયેશન બેંકો સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોપ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલાના બોર્ડે ગઇ કાલે તાત્કાલિક બેંક બોલાવીને આગામી રણનીતિ પર ચર્ચા કરી છે.

મીટિંગમાં એજન્ડાનો વિરોધ કરાયોઃ એસબીઆઇ દ્વારા કોઇ પણ પ્રકારની સૂચના આપ્યા વગર બોર્ડ બેઠકમાં તમામ પાંચ એસોસિયેટ બેંકના વિલિનિકરણની જાણકારી આપવામાં આવી હતી. મીટિંગમાં બધી બેંકોના ડાયરેક્ટરે તેનો વિરોધ કર્યો હતો. બેંક કર્મચારી યૂનિયને એસબીઆઇના આ ફેસલા પર વિરોધ દર્શાવતા હળતાલના એલાન સાથે કેટલીક શરતો પણ મૂકી છે.

Navin Sharma

Recent Posts

આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય…

17 mins ago

IPL-2019: ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને કર્યા રિલીઝ

ચેન્નઈઃ ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને…

51 mins ago

વરુણ અને ટાઈગરને લઈને બનાવવી છે એક ફિલ્મઃ જ્હોન અબ્રાહમ

વિકી ડોનર, 'મદ્રાસ કેફે', 'ફોર્સ-૨', 'રોકી હેન્ડસમ' અને 'પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ' જેવી ફિલ્મો બનાવનાર અભિનેતા અને નિર્માતા બનેલા…

1 hour ago

અમૂલ હસ્તક બગીચામાં મેન્ટેનન્સનાં ધાંધિયા, તંત્રએ નથી ફટકાર્યો એક પણ રૂપિયાનો દંડ

અમદાવાદઃ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરનાં મોટા ભાગનાં બગીચા અમૂલને સાર-સંભાળ માટે અપાયાં છે. તેનાં બદલામાં સત્તાવાળાઓએ લાખો કરોડો રૂપિયાની બગીચાની…

1 hour ago

રાજ્યવ્યાપી એકતા યાત્રાનાં બીજા તબક્કાનો આજથી પ્રારંભ, CM રૂપાણીએ કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદઃ સરદાર પટેલનાં એકતા-અખંડિતતાનાં સંદેશને ઊજાગર કરતી એકતા યાત્રાનાં પ્રથમ તબક્કામાં ગ્રામીણ-શહેરી ક્ષેત્રનાં ૧૬ લાખથી વધુ નાગરિકોએ એકતાના સામૂહિક શપથ…

2 hours ago

કન્સલ્ટન્ટનાં અભાવે શહેરમાં 250 કરોડનાં રસ્તાનાં કામમાં વિઘ્ન

અમદાવાદઃ શહેરભરનાં ઊબડખાબડ રસ્તાથી વાહનચાલકો દરરોજ તોબા પોકારે છે. મેટ્રો રેલ રૂટને સંલગ્ન રસ્તા પણ ખરાબ હાલતમાં છે, જોકે મેટ્રો…

2 hours ago