Categories: Health & Fitness

આંખોના થાકને કહો બાય-બાય

વર્તમાનમાં કમ્પ્યૂટર-મોબાઈલ વિના કામ કરવાનું લગભગ અશક્ય છે. કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવાથી કે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી સૌથી વધુ નુકસાન આંખોને થાય છે. તેનાથી આંખોની સુંદરતા બગડવાની સાથે ચશ્માં આવવાં, ડ્રાયનેસ ફિલ થવું જેવી સમસ્યાઓ સર્જાય છે. આંખોની સુંદરતા જાળવી રાખવા માટે ટિપ્સ આપતા આઈ સ્પેશ્યિાલિસ્ટ ડૉ. ઉર્મિત શાહ કહે કે, “સતત ગેઝેટ્સના વપરાશથી આંખો નબળી પડે છે. કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખોને થાક લાગવો, ધૂંધળું દેખાવું, માથાનો દુખાવો અને આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ પણ થાય છે. ડ્રાઈ આઈ સિન્ડ્રોમ પણ થઈ શકે, જેથી આંખોની કાળજી લેવી જરૂરી છે.”

અંધારામાં કામ ન કરો
કમ્પ્યૂટર કે મોબાઈલનાં વપરાશ વખતે અંધારામાં કામ ન કરો. ડીમલાઈટમાં પણ કામ ન કરો. રૂમની લાઈટ કમ્પ્યૂટરમાંથી નીકળતી લાઈટ કરતાં ઓછી ન હોવી જોઈએ. ડીમલાઈટના કારણે કમ્પ્યૂટર કે મોબાઈલમાંથી નીકળતાં કિરણો આંખોને વધુ નુકસાન કરી શકે છે.

કમ્પ્યૂટરથી આંખોનું અંતર
કામ કરતી વખતે ખુરશીની ઊંચાઈને કમ્પ્યૂટર મુજબ ગોઠવો. કમ્પ્યૂટરને તમારી આંખોથી ૩૦ સેમીના અંતરે રાખો.

પાંપણો પટપટાવતાં રહો
કામગીરી દરમિયાન પાંપણો સતત પટપટાવતાં રહો જેનાથી આંખોમાં ભીનાશ જળવાઈ રહેશે અને તે ડ્રાય નહીં થાય. લાંબા સમય સુધી આંખોને સ્થિર રાખવાથી તેમાંથી પાણી નીકળવા લાગે છે.

કામ દરમિયાન બ્રેક લો
જો તમે સતત એટલે કે કલાકો સુધી કમ્પ્યૂટર કે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છો તો સમયાંતરે બ્રેક લેવાનું રાખો. દર ૩૦થી ૪૦ મિનિટ બાદ તમારાથી ૨૦ ફૂટ દૂર પડેલી વસ્તુ પર તમારી નજર ઠેરવો. એક કલાક સુધી કામ કર્યા બાદ કમ્પ્યૂટર સ્ક્રીન ૧૦ મિનિટ માટે બંધ કરી દો.

સ્વાસ્થ્યવર્ધક નાસ્તા લો
આંખોની સુંદરતા અને તેજ જાળવી રાખવા ખોરાકમાં વિટામિન એ, ઈ અને સી લો. દૂધ-દૂધની બનાવટો, લીલાં શાકભાજી, ઈંડાં, પપૈયું, ગાજર વગેરે વિટામિનના સ્ત્રોત છે. તેનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરો. કામ દરમિયાન પણ સ્વસ્થ અને વિટામિનયુક્ત હેલ્ધી નાસ્તા લેતા રહો.

આંખોની કસરત
સતત કામથી આંખોને થાક લાગે છે. કામ દરમિયાન આંખોને વ્યાયામ આપો. હથેળી અને આંગળીઓની મદદથી આંખોને બંધ કરીને તેનાં પર માલિશ કરો. વચ્ચેવચ્ચે આંખોની કીકીને ચારે બાજુ ફેરવો. આંખમાં પાણીનો છંટકાવ પણ કરતા રહો. આંખોની સુંદરતા જાળવી રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. આઠેક કલાકની નિશ્ચિત ઊંઘ લો. બ્યુટી પ્રોડક્ટસનો વપરાશ આંખ માટે કરો ત્યારે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ જ વાપરો. નિયમિત રીતે આંખોની તબીબ પાસે ચકાસણી કરાવો.

સોનલ અનડકટ

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

13 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago