VIDEO: ‘કૃષ્ણા’ બનીને જાણીતો થયો આ અભિનેતા, આજે કરી રહ્યો છે કંઇક આવું કામ

આ ફોટાને જોઇને તમને ખરેખર રામાનંદ સાગરનો જાણીતો શો ‘કૃષ્ણા’ યાદ આવી ગયો હશે. 80 અને 90 ના એ દશકમાં આ શો બધા વચ્ચે ફેમસ તો થયો જ હતો પરંતુ સાથે સાથે એનું પાત્ર પણ લોકોના દિલમાં વસી ગયું હતું. એ જ પાત્રોમાંથી એક રહ્યું ભગવાન કૃષ્ણનું. આ પાત્રને નિભાવ્યું હતું અભિનેતા સર્વદમન ડી બેનર્જીએ.

ત્યારબાદ તેમણે ઘણી સિરીયલોમાં કામ મળ્યું હતું. દરેક શોમાં સર્વદમન ડી બેનર્જીએ ભગવાન કૃષ્ણનો રોલ જ પ્લે કર્યો હતો. ટીવી શો દરમિયાન સર્વદમન બેનર્જીએ મોટા પડદા પર પણ પોતાની કિસ્મત આજમાઇ અને ઘણા ફિલ્મોમાં જોવા મળ્યા. જેમાં સ્વામી વિવેકાનંદ, સ્વયં કૃષિ જેવો ફિલ્મોમાં સમાવેશ કર્યો હતો. પરંતુ આ બધા ફિલ્મોમાં એમને કોઇ ખાસ ઓળખ મળી નહી. અને પછી એમણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીને બાય બાય કહી દીધું.

શું તમે જાણો છો આજકાલ સર્વદમન બેનર્જી ક્યાં છે અને શું કરી રહ્યા છે? જ્યારે તમે જાણસો ત્યારે ખરેખર ગર્વ થશે.

આજે સર્વદમન બેનર્જી ફિલ્મી ચકાચૌંધથી દૂર ઋષિકેશમાં છે અને ત્યાં લોકોને મેડિટેશન શીખવાડે છે. જો કે એમને પૂછવામાં આવ્યું કે એમણે ગ્લેમર દુનિયા કેમ છોડી દીધી ત્યારે તેમણે કહ્યું હતું કે મેં કૃષ્ણા કરતી વખતે જ નિર્ણય કરી લીધો હતો કે 45 47 વર્ષ સુધી જ કામ કરીશ અને ત્યારબાદ જીવનના કનેક્ટેડ કંઇક કામ કરીશ. બસ પછી મને મેડિટેશન મળી ગયું અને છેલ્લા 20 વર્ષથી હું આ જ કરી રહ્યો છું.,

આ ઉપરાંત એ પંખ નામની એક એનજીઓને પણ સપોર્ટ કરી રહ્યા છે જે ઉત્તરાખંડના સ્લમમાં રહેનારા આશરે 200 ને રોજગારી કમાવવામાં મદદ કરી રહી છે. ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં મદદ કરી રહ્યા છે. મહિલાને પણ રોજગાકી કમાવવા માટેની સ્કીલ્સ શિખવાડી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like