Categories: Dharm

સંકટ દૂર કરનાર સંકષ્ટ ચતુર્થી

ભગવાન શંકર તથા માતા પાર્વતીના પુત્રનું નામ છે ગણેશજી.ગણેશજીનું એક નામ છે વિઘ્નહર્તા. આ ગણપતિ મહારાજ તેમના ભક્તોનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. તેમને ચોથ ખૂબ પ્રિય છે. તેમનો પ્રિય વાર છે મંગળવાર. તેમનો પ્રિય માસ છે ભાદરવો. તેમને જાસૂદનું લાલચટ્ટક પુષ્પ તથા સફેદ દૂર્વા ખૂબ પ્રિય છે. તેમનું વાહન મૂષક છે. તેમનો પ્રિય આહાર કે ભાવતું ભોજન મોદક છે. સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. ચોથનો ચંદ્ર ઊગે ત્યારે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા, ગણેશસેવા કરી લેવી. ગણેશજીનાં ૨૧ નામનો જાપ ૨૧ વખત કરવો. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરવો. ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની ૩, ૫ કે સાત માળા કરવી. તેમને મોદકનો પ્રસાદ ધરાવવો, ગોળ ઘી પણ ધરાવી શકાય. આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

જો કોઈ ગણેશ ભક્ત સુદ તથા વદમાં આવતી બંને ચોથ કરે, નિયમિત જીવન જીવે, ભક્તિથી તેમના સ્તવન ગાય તો ગણેશજી જે તે ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં વિઘ્ન દૂર કરે છે. ગણેશ ભક્તો પર બહુધા સંકટ આવતાં નથી. જો આવે તો ગણેશજી કૃપાથી તે સંકટ ભાગી જાય છે. કારણ કે ગણેશજીનું નામ જ વિઘ્નહર્તા છે.
જો કોઈ ગણેશ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે ગણેશજીને લાલ પાકું દાડમ ધરાવે તો ગણેશજી રાજીના રેડ થઈ જાય છે. તેઓ ખૂબ દયાળુ છે. તેમનામાં મા પાર્વતી તથા ભોળા મહાદેવ શિવજીના ગુણ ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેથી તેઓ તેમના ભક્તો પર સંકટ આવવા દેતા નથી.

ગણેશજીના બે પુત્ર છે. એકનું નામ છે લાભ તથા બીજાનું નામ છે શુભ. લાભ અને શુભનો જ્યાં નિવાસ હોય ત્યાં દુઃખ આવતાં જ નથી. ગણેશજીનાં બે પત્ની છે. એક છે રિદ્ધિ તો બીજાં છે સિદ્ધિ. આ બે દેવીનો જ્યાં વાસ હોય ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ આવતાં નથી. આમ ગણેશજી સહિત તેમનો પૂરો પરિવાર ખૂબ સિદ્ધિપ્રદ છે. જો તમને ગરીબી ઉપર નફરત હોય, દરિદ્રતા તમને ગમતી ન હોય તો ગણેશ ઉપાસના શરૂ કરો. ગણેશજી તમારાં તમામ દુઃખ ચપટી વગાડતાં દૂર કરી દેશે.
જો કોઈ ભક્ત ગણેશ ચોથને દિવસે સફેદ દૂર્વાની ૨૧ ૨૧ નંગની ૨૧ ઝૂડી કરી તેમના ઉપર ચડાવે તો તે ભક્ત ઉપર ગણેશજી ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. જો તમારે અપાર રિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત કરવાં હોય તો ગણેશજી ઉપાસના કરો. જુઓ તમને ફક્ત છ મહિનામાં અણધાર્યા લાભ દેખાશે.

Krupa

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

13 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

13 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

13 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

13 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

13 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

13 hours ago