Categories: Dharm

તમામ સંકટમાંથી ઉગારનાર સંકટ ચતુર્થી

ભગવાન શિવે તો ચાંદનીનું સૌંદર્ય વેરીને સૃષ્ટિને પ્રમુદિત કરનાર ચંદ્રદેવને મસ્તકે સ્થાન આપ્યું. એ ચંદ્રનો અંશ ગણપતિના મસ્તકે પણ શોભે છે, તેથી જ ગણપતિ વ્રતમાં ચંદ્રદર્શનનો મહિમા છે. ગણેશચોથની ચંદ્રરેખાનું દર્શન તો મંગળકારી છે. અધખીલી પુષ્પકળીનું સૌંદર્ય મોહક બની રહે છે, તેમ વક્ર તેજરેખાનું ક્ષણિક દર્શન પણ આંખને ઝળકાવી જાય છે, ગણપતિના ભક્તિ-સૌંદર્યની અનુભૂતિ કરાવી દે છે. ચતુર્થીના અપૂર્ણ ચંદ્રનું દર્શન માણતાં માણતાં પૂર્ણતા તરફ જઇ શકાય, પૂર્ણચંદ્ર-પૂર્ણ પરમાત્માને પામી શકાય. શુક્રવારે વરદા ચતુર્થી નિમિત્તે જાણો તેનું મહત્વ.
ભગવાન શંકર તથા માતા પાર્વતીના પુત્રનું નામ છે ગણેશજી.ગણેશજીનું એક નામ છે વિઘ્નહર્તા. આ ગણપતિ મહારાજ તેમના ભક્તોનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. તેમને ચોથ ખૂબ પ્રિય છે. તેમનો પ્રિય વાર છે મંગળવાર. તેમનો પ્રિય માસ છે ભાદરવો. તેમને જાસૂદનું લાલચટ્ટક પુષ્પ તથા સફેદ દૂર્વા ખૂબ પ્રિય છે.
તેમનું વાહન મૂષક છે. તેમનો પ્રિય આહાર કે ભાવતું ભોજન મોદક છે. સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી
કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે.
ચોથનો ચંદ્ર ઊગે ત્યારે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા, ગણેશસેવા કરી લેવી. ગણેશજીનાં ૨૧ નામનો જાપ ૨૧ વખત કરવો. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરવો. ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની ૩, ૫ કે સાત માળા કરવી. તેમને મોદકનો પ્રસાદ ધરાવવો, ગોળ ઘી પણ ધરાવી શકાય. આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. જો કોઈ ગણેશ ભક્ત સુદ તથા વદમાં આવતી બંને ચોથ કરે, નિયમિત જીવન જીવે, ભક્તિથી તેમના સ્તવન ગાય તો ગણેશજી જે તે ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં વિઘ્ન દૂર કરે છે. ગણેશ ભક્તો પર બહુધા સંકટ આવતાં નથી. જો આવે તો ગણેશજી કૃપાથી તે સંકટ ભાગી જાય છે. કારણ કે ગણેશજીનું નામ જ વિઘ્નહર્તા છે. જો કોઈ ગણેશ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે ગણેશજીને લાલ પાકું દાડમ ધરાવે તો ગણેશજી રાજીના રેડ થઈ જાય છે. તેઓ ખૂબ દયાળુ છે. તેમનામાં મા પાર્વતી તથા ભોળા મહાદેવ શિવજીના ગુણ ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેથી તેઓ તેમના ભક્તો પર સંકટ આવવા દેતા નથી.
ગણેશજીના બે પુત્ર છે. એકનું નામ છે લાભ તથા બીજાનું નામ છે શુભ. લાભ અને શુભનો જ્યાં નિવાસ હોય ત્યાં દુઃખ આવતાં જ નથી. ગણેશજીનાં બે પત્ની છે. એક છે રિદ્ધિ તો બીજાં છે સિદ્ધિ. આ બે દેવીનો જ્યાં વાસ હોય ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ આવતાં નથી. આમ ગણેશજી સહિત તેમનો પૂરો પરિવાર ખૂબ સિદ્ધિપ્રદ છે. જો તમને ગરીબી ઉપર નફરત હોય, દરિદ્રતા તમને ગમતી ન હોય તો ગણેશ ઉપાસના શરૂ કરો. ગણેશજી તમારાં તમામ દુઃખ ચપટી વગાડતાં દૂર કરી દેશે.
જો કોઈ ભક્ત ગણેશ ચોથને દિવસે સફેદ દૂર્વાની ૨૧ ૨૧ નંગની ૨૧ ઝૂડી કરી તેમના ઉપર ચડાવે તો તે ભક્ત ઉપર ગણેશજી ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં તમામ પ્રકારનાં દુઃખ દૂર કરે છે. જો તમારે અપાર રિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત કરવાં હોય તો ગણેશજી ઉપાસના કરો. જુઓ તમને ફક્ત છ મહિનામાં અણધાર્યા લાભ દેખાશે.
•શાસ્ત્રી હિમાંશુ  વ્યાસ

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

17 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

17 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

17 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

17 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

17 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

17 hours ago