VIDEO : સલમાન ખાનને સંજય દતે મારી હતી થપ્પડ!

સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનું ટીઝર સામે આવતા જ સોશ્યલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. રાજકુમાર હિરાનીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ દ્વારા સંજય દત્તની જિંદગીની અનેક એવી બાબતો સામે આવી છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે, મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મ ‘સંજૂ’માં સલમાન ખાનનું પાત્ર જિમ સરભ નિભાવી રહ્યો છે. ટિઝરમાં કેટલીક સેકન્ડનો એક સીન છે. જેમાં સંજય દત્ત બનેલા રણબીર કપૂર સલમાન ખાન બનેલા જિમ સરભને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.

રિયલ લાઇફની જો વાત કરવામાં આવે તો સંજય દત્ત અને સલમાન ખાન હંમેશાથી સારા ફ્રેન્ડ્સ રહ્યા છે. આ બંને સ્ટાર્સે ‘સાજન’ અને ‘ચલ મેરે ભાઇ’માં એક સાથે કામ કર્યુ હતુ. સલમાન અને સંજય વચ્ચેનું અંતર વધવા પાછળની ઘટના થોડી જૂની છે. વાત છે 2007ની જ્યારે સંજય દત્ત પર ટાડા કેસ ચાલી રહ્યો હતો, કોર્ટે સંજય દત્તને 6 વર્ષની સજા સંભળાવી હતી. તે સમયે સલમાન ખાને સંજય દત્ત પર કંઈક એવું કહી દીધું કે જેનાથી સંજૂ બાબ ગુસ્સે થઈ ગયા. કહેવામાં આવે છે કે સંજયને જામીન મળતા જ સીધો જ સલમાન ખાનને મળવા પહોંચ્યો અને બંને વચ્ચે માથાકુટ થઈ હતી.

વર્ષ 2011માં માન્યતાની બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાન અને પ્રોડ્યુસર બંટીની વ્ચચે ઝઘડો થયો હતો, આ ઝઘડાને રોકવા માટે સંજય દત્તની પત્ની માન્યતા પોતે વચ્ચે આવી હતી. જોકે સલમાન ખાનના ગુસ્સાથી સૌ કોઇ વાકેફ છે, કહેવાય છે કે સલમાન ગુસ્સામાં  માન્યતાને અપશબ્દો બોલ્યો હતો, જે પછી સંજય દત્તે સલમાન ખાન અને બંટી વાલિયા બંને પર ભડકી ઉઠ્યો હતો. સૂત્રોનુસાર, ફિલ્મ ‘સંજૂ’ની ટિઝરમાં આમાંથી જ એક ઘટનાને બતાવવામાં આવી છે.

You might also like