Categories: India

જયપુરમાં પદ્માવતીના શૂટિંગનો વિરોધ : ભંસાળીને માર્યો લાફો

જયપુર : પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી પર તેમની આગામી ફિલ્મ પદ્માવતીની જયપુર કિલ્લામાં શુટિંગ દરમિયાન મારામારીના સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર આ ફિલ્મનો વિરોધ કરી રહેલા કેટલાક રાજપુત સમુહોની ભીડે જયપુરનાં જયગઢ કિલ્લામાં લાગેલા ફિલ્મનાં સેટ બહાર પ્રદર્શન કરતા ભંસાળીને લાફો માર્યો અને તેમની સાથે અભદ્રતા કરી હતી.

રાજપુત સમુદાય કરણી સેનાએ આરોપ લગાવ્યો કે ભંસાળી પોતાની ફિલ્મ પદ્માવતીમાં રાજપુત રાની પદ્માવતીનાં ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાનો આરોપ છે કે ભંસાળીની ફિલ્મમાં રાની પદ્માવતીનું પાત્ર ભજવી રહેલ દીપિકા પાદુકોણ અને ઉલાદ્દીન ખિલ્જીનું પાત્ર નિભાવી રહેલ રણવીર સિંહ વચ્ચે ખુબ જ વિવાદાસ્પદ લવ સીન્સ ફિલ્માવાઇ રહ્યા છે.

કરણી સેનાનું કહેવું છે કે રાની પદ્માવતીને તેની વીરતા માટે ઓળખાય છે જેમણે પોતાની ઇજ્જત માટે જોહર કરી લીધું હતું જ્યારે અલાઉદ્દીન ખિલ્જીએ ચિતોડ કિલ્લા પર હૂમલો કર્યો હતો આ સાથે જ કરણી સેનાની માંગ છે કે ભંસાળી ફિલ્મમાં રાજપુત રાણીના તમામ સીન્સ હટાવે.

આ વિવાદમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છેકે જયગઢ કિલ્લામાં શૂટિંગનો વિરોધ કરવા અંગે ભંસાળીના સુરક્ષા ગાર્ડોએ પ્રદર્શનકર્તાઓ પર ગોળીબાર કર્યો હતો. જો કે જયપુર પોલીસે શૂટિંગ પર વિવાદ થવાની વાત તો માની પરંતુ ગોળી ચલાવવાની પૃષ્ટી નથી કરી.

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

9 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

9 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

9 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

9 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

9 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

9 hours ago