Samsungએ લોન્ચ કર્યો Galaxy Note 9, મોટી ડિસ્પ્લે અને દમદાર બેટરી

ન્યૂયોર્કના બ્રુકલિનમાં સાઉથ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ સેમસંગ કંપનીએ પોતાનો ફ્લેગશિપ નોટ Galaxy Note 9 લોન્ચ કરી દીધો છે. આ વખતે કંપનીએ તેમાં સ્ટાઇલિશ પર વધુ ધ્યાન આપ્યું છે. કારણ કે આ નોટ સીરીઝના સ્માર્ટફોન્સને ખાસ બનાવે છે. આ સિવાય તેમાં દમદાર બેટરી અને 1TB ઇન્ટરનલ સ્ટોરજ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

સ્પેશિફિકેશન હાઇ એન્ડ જ છે. Galaxy Note 9 માં ક્વોલ્કોમનું ફલેગશિપ પ્રોસેસર સ્નેડડ્રેગન 845 આપવામાં આવ્યું છે જેનું ટોપ મોડલમાં 512 જીબી ઇન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આમાં 8 જીમી રેમ છે અને તેના બીજા વેરિએન્ટમાં ઇનહાઉસ પ્રોસેસર Exynos 9810 આપવામાં આવેલ છે.

કલર વેરિએન્ટની વાત કરીએ તો Galaxy Note 9 ચાર કલર, ઓશન બ્લ્યુ, લવેન્ડર પર્પલ, મેટેલિક કોપર અને મિડનાઇટ બ્લેકમાં ઉપલબ્ધ હશે. Galaxy Noti 9 ની પ્રારંભિક કિંમત $999 (અંદાજે 68,700 રૂપિયા) રાખવામાં આવી છે. આ કિંમતમાં 6જીબી રેમ સાથે 128 જીબી મેમરી મળશે.

જ્યારે 8 જીબી રેમ સાથે 512 જીબી ઇન્ટરનલ મેમરી માટે 1,250 ડોલર (અંદાજે 85,900 રૂપિયા) ચૂકવવા પડશે. હાલમાં તેનું પ્રી બુકિંગ અમેરિકામાં શરૂ થયું છે અને 24 ઓગસ્ટથી તેને ખરીદી શકાશે. Galaxy Note 9ના માં 6.4 ઇંચ મોટી સ્ક્રીન આપવામાં આવે છે જે ક્વોડ એચડી પ્લસ છે.

આ સુપર એમોલેડ છે, ઇનફિનિટી ડિસપ્લે છે. એસ્પેક્ટ રેશ્યો 18:5:9 નો છે. બેટરી તેની પાવરફુલ છે. તેમાં 4,000mAh બેટરી આપવામાં આવી છે. Galaxy Note 9 ગત Galaxy Note 8 ની સરખામણીએ મોટો અને ભારે છે. ફોટોગ્રાફી માટે Galaxy Note 9 માં ડુઅલ કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે. એક લેન્સ 12 મેગાપિક્સલનો છે અને વાઇન્ડ એંગલ છે. બીજો લેન્સ 12 મેગાપિક્સલનો જે ટેલીફોટો છે.

You might also like