Forum 2016: સેમસંગે લોન્ચ કર્યો Galaxy A5 અને A7

નવી દિલ્હી: સાઉથ કોરિયન કંપનીએ ભારત માટે બે નવા સ્માર્ટફોન, Galaxy A5 અને A7નું 2016 વર્જન લોન્ચ કર્યું છે. બંને સ્માર્ટફોન્સની લોન્ચની જાહેરાત સેમસંગની Forum 2016 ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી જે ક્વાલાલંપુરમાં ચાલી રહી છે. Galaxy A5 ની કિંમત 29,400 રૂપિયા છે જ્યારે A7 ને 33,400 રૂપિયામાં ખરીદી શકાશે.

આ બંને સ્માર્ટફોનનું વેચાણ 15 ફેબ્રુઆરીથી ઇ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલ પર કરવામાં આવશે. આ સ્માર્ટફોન્સને કંપનીના મેટલ અને ગ્લાસ ડિઝાઇનથી બનાવ્યો છે જે ફ્લેગશિપ ગેલેક્સી એસ રેંજમાં યૂઝ કરવામાં આવે છે.

Galaxy A5 અને A7 માં સેમસંગનું ઓક્ટાકોર Exynos પ્રોસેસર લાગેલું છે. . A5 માં 2GB રેમ છે જ્યારે A7 માં 3GB રેમ મળશે. બંને ફોન ડ્યૂલ સિમ અને 4G LTE સપોર્ટ કરે છે. તો બીજી તરફ તેમાં 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી 128GB સુધી વધારી શકાય છે. તેમાં એન્ડ્રોઇડ લોલીપોપ બેસ્ડ કંપનીનું કસ્ટમ યૂઆઇ ટચવિઝ આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇઝેશનની સાથે 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Galaxy A5માં 2,900mAhની બેટરી આપવામાં આવી છે જ્યારે A7 માં 3,300 mAhની બેટરી લાગેલી છે. બંને જ ફોન ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ કરે છે.

You might also like