Categories: Tech

સેમસંગે રિકોલ કરાયેલા નોટ-૭નું ઉત્પાદન રોક્યું

નવી દિલ્હી: સેમસંગ ઇલેક્ટ્રો‌િનક્સે ગેલેક્સી નોટ-૭ સ્માર્ટ ફોનનું ઉત્પાદન રોકી દીધું છે. ફોનની બેટરીઅો ફાટવાની બે ઘટનાઅોના લગભગ એક મ‌િહના બાદ કંપનીઅે રિકોલની જાહેરાત કરી હતી. ઉત્પાદન રોકવાના સમાચાર દક્ષિણ કોરિયાની એક ન્યૂઝ એજન્સીઅે જારી કર્યા છે, પરંતુ કંપનીઅે અા રિપોર્ટ પર પોતાની કોઈ પ્રતિક્રિયા અાપી નથી.

સમાચારમાં કહેવાયું છે કે દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનના કન્ઝ્યુમર કાયદાઅોને જોતાં ઉત્પાદન રોકવાનો નિર્ણય લેવાયો છે. સેમસંગે ૨ સપ્ટેમ્બરે ગેલેક્સી નોટ-૭ના વેચાણનો રોકવાનો નિર્ણય લીધો હતો. વેચાઈ ચૂકેલા મોબાઈલની બેટરીના રિકોલની જાહેરાત પણ કરી હતી.  ફાટેલી બેટરીવાળા મોબાઈલ સોશિયલ મીડિયામાં અાવતાં કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. હવે અા રિકોલને પણ કંપનીની શાનમાં એક ધબ્બા સમાન ગણાવાયું છે. રિકોલ બાદ રિપ્લેસમેન્ટમાં અપાયેલા ફોનમાં પણ અા પ્રકારની સમસ્યા અાવવાની વાત સામે અાવી. ગયા રવિવારે અમેરિકી ફર્મ એટીએન્ડટી અને જર્મન કંપની ટી મોબાઈલે ગેલેક્સી નોટ-૭ની તપાસ ચાલવા સુધી અા ફોનને બદલીને બીજો ફોન અાપવાની મનાઈ ફરમાવી હતી.  એટીએન્ડટી સેમસંગના બીજા મોબાઈલ કે અન્ય મોબાઈલ અાપવા માટે રાજી થઈ ગઈ, પરંતુ ટી મોબાઈલે ગેલેક્સી નોટ-૭નું વેચાણ રોકી દીધું એટલું જ નહીં, એક્સચેન્જ પ્રોગ્રામ પણ રોકી દેવાયો છે.

divyesh

Recent Posts

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

4 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

50 mins ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

1 hour ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago

મહિલા T-૨૦ વર્લ્ડકપઃ લેસ્બિયન કપલે ટીમને અપાવી એક તરફી જીત

ગયાનાઃ વિન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં એક એવી ઘટના બની, જેણે ઇતિહાસ રચી દીધો. આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર…

2 hours ago

વિન્ડીઝ સામેની 3 T-૨૦માં ઇન્ડીયાનાં ૪૮૭ રન, અડધાથી પણ વધુ ૨૫૯ રન રોહિત-શિખરનાં

વિન્ડીઝ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે ૩-૦થી વિજય મેળવ્યો. શ્રેણીમાં ભારતે બે વાર, જ્યારે વિન્ડીઝે એક વાર ૧૮૦થી વધુનો…

2 hours ago