13MP ફ્રંટ કેમેરા-32 GB સાથે સેમસંગનો ગેલેક્સી J7 Prime 2 લૉન્ચ

ભારતમાં સેમસંગે Galaxy J7 Prime 2નો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન પહેલા લૉન્ચ થયેલ ગેલેક્સી J7 પ્રાઈમનું અપગ્રેડ વર્ઝન છે. નવા ગેલેક્સી J7 Prime 2 માં ઓક્ટાકોર Exynos 7 સિરીઝનું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોનની ખાસિયત એ છે કે તેમાં 13 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. જેથી સેલ્ફી ક્રેઝી લોકોને આ કેમેરો વધુ ગમશે. આ સિવાય ફોનના પાછળના પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને આ ફોનને કંપનીએ તેની વેબસાઇટ પર લિસ્ટ પણ કરી દીધો છે.

આ ફોનમાં ડ્યુઅલ સિમ, એન્ડ્રોઇડ નોગટ, 5.50 ઇંચની પૂર્ણ HD ડિસ્પ્લે, 1.6GHz ઓક્ટાકોર પ્રોસેસર, 3GB રેમ અને 32GB સ્ટોરેજ છે, જે વધારીને 256GB કરી શકાય છે. તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

કેમેરા સાથે એઆર સ્ટીકરનો પણ સપોર્ટેડ છે. આ ઉપરાંત, ફોનમાં 3300mAhની બેટરી, વાઈ ફાઈ, GPS, બ્લૂટૂથ, હેડફોન જેક, 3G, 4G અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સ્માર્ટફોનની કિંમત 13,990 રાખવામાં આવી છે.

You might also like