Categories: Tech Trending

Samsungનો આ સ્માર્ટફોન ઇન્ટરનેટ કરી દે છે બ્લોક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

સેમસંગે પોતાના નવા સ્માર્ટફોનના લૉન્ચિંગની ઘોષણા કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીએ J2 Pro નામ આપ્યું છે. Samsung Galaxy J2 Proની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં આપવામાં આવેલું ઇન્ટરનેટ બ્લૉક ફિચર આ સ્માર્ટફોનને ખૂબ જ ખાસ બનાવે છે. આ ફોનને વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi. 2G, 3G અને 4G LTEને બ્લૉક કરી દે છે જો કે તમે કૉલ અને મેસેજ તો કરી જ શકશો.

આ ફોનને લઇને કંપનીએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન બાળકોનું ધ્યાન ભટકશે નહી અને તે તમામ લોકોને મદદ મળશે જે હંમેશા ઇન્ટરનેટ સાથે કનેક્ટ નથી કરતાં. સાથે જ આ ફોનમાં Diodic4 ડિક્શનરી આપવામાં આવી છે જે ઇન્ટરનેટ વિના કોરિયન અને અંગ્રેજીમાં અનુવાદ કરે છે.

Samsung Galaxy J2 Proની કિંમત અને સ્પેસિફિકેશન્સ:

ફોનના ફિચર્સની વાત કરીએ તો ગેલેક્સી જે2 પ્રોમાં 5 ઇંચની ક્વૉડ એચડી ડિસ્પ્લે છે. 1.4 GHzનું ક્વૉડકોર પ્રોસેસર છે. સાથે જ આ ફોનમાં 1.5GB રેમ અને 16GB સ્ટોરેજ આપવામાં આવી છે જેને 256 GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v4.2,gps/A-GPS, માઇક્રો USB 2.0, 3.5mmનું હેડફોન જેક અને 2600mAhની બેટરી છે. કોરિયામાં આ ફોનની કિંમત 199,100KRW છે એટલે કે આ સ્માર્ટફોનની કિંમત આશરે 12,200 રૂપિયા છે.

Juhi Parikh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

7 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

7 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

9 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

9 hours ago