Categories: Tech

Galaxy S7 માં હશે સ્નેપડ્રેગન 820, iPhone 6S થી પણ હશે મોટી સ્ક્રીન

નવી દિલ્હી: સેમસંગનો ફ્લેગશિપ Galaxy S7 બે વેરિએન્ટમાં આવશે. એક સામાન્ય સ્ક્રીનવાળો જ્યારે બીજા વેરિએન્ટની સ્ક્રીન કર્વ્ડ હશે. મળતી માહિતી અનુસાર આ ફોનની સ્ક્રીન 5.7 ઇંચની હશે એટલે કે iPhone 6Sથી પણ મોટી.

રિપોર્ટ્સના અનુસાર એક વેરિએન્ટમાં સેમસંગની Exynos ચિપસેટ લાગેલી હશે જ્યારે બીજામાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 820 લાગેલી હશે. ક્વાલકોમે તાજેતરમાં જ સ્નેપડ્રેગન 820 લોન્ચ કર્યો છે જે હાલમાં કોઇ સ્માર્ટફોનમાં લાગેલ નથી.

આ ફોનને આગામી મહિને સ્પેનમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે. સૈમ મોબાઇલ રિપોર્ટ્સ અનુસાર તેમાં 4GB અને ક્વાડ એચડી હોવાની વાત કહેવામાં આવી છે.ફોટોગ્રાફી માટે તેમાં 12.2 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.

વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ અનુસાર આ ફોનમાં કંપની પ્રેશર સેંસિટિવ ડિસ્પ્લે અને હાઇ સ્પીડ ચાર્જિગ પોર્ટ લગાવશે. તાજેતરમાં જ એપ્પલે પોતાના નવા આઇફોનમાં 3D ટચ આપવામાં આવ્યો છે જે ખૂબ વાહવાહ મેળવી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે એપ્પલે પણ iPhone 6Sની સૌથી ખાસ ફીચર 3D ટચ ગણાવ્યું હતું અને સમાચારોનું માનીએ તો સેમસંગ Galaxy S7 ને પણ 3D ટચ ફીચરથી પ્રમોટ કરશે.

થોડા દિવસો અગાઉ જે Galaxy S7ની બોડી અને ડિટેલ લીક થઇ હતી, તેમાં આ ફોનની ડિઝાઇનમાં કોઇ ખાસ ફેરફાર દેખાઇ રહ્યો નથી.

admin

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

10 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

11 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

11 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

12 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

12 hours ago