3 MLC સહિત 7 નેતા સપાની બહાર

લખનઉ: સમાજવાદી પાર્ટીમાં ઝઘડો પતવાની વાત વચ્ચે યૂપી પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે ફરી સાત મોટા નેતાઓને પાર્ટીમાંથી નિકાળી દીધા છે. સોમવારે નિકાળવામાં આવેલા નેતામાં ત્રણ એમએલસીનો સમાવેશ થાય છે.

પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી શિવપાલ યાદવે પોતાની કાતર ચલાવવાનું ચાલુ કરી દીધું છે. રવિવારે સાંજે તેમણે રામગોપાલ યાદવના ભાણિયા અને એમએલસી અરવિંદ યાદવેને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિકાળી દેવામાં આવ્યા છે.

નેતાઓને નિકાળવાની જાહેરાત વાળી ચિઠ્ઠીમાં શિવપાલની સહી છે. તેમણે એમએલસી સુનિલ સિંહ યાદવ, આનંદ ભદોરિયા અને સંજય લાઠર સાથે યૂથ બ્રિગેડના પ્રદેશ અધ્યક્ષ મો. એબાદ, યુવરાજ સભાના પ્રદેશ અધ્યક્ષ , યૂથ
બ્રિગેડના રાશ્ટ્રીય અધ્યક્ષ અને વિદ્યાર્થી સભાના અધ્યક્ષને પાર્ટીમાંથી નિકાળવાની જાણકારી આપી છે.

ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર આ નેતાઓ પર પાર્ટી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

You might also like