Categories: India

સપાના ઝઘડાનો ફાયદો ભાજપનેઃ સીએમ માટે અખિલેશની પસંદગી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પરિવારમાં થયેલી યાદવાસ્થળીનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે. તાજેતરમાં ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ – સિસરો દ્વારા ઉત્તર પ્રદેશમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં સમાજવાદી પાર્ટીમાં મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે થયેલ તકરારનો ફાયદો ભાજપને થઈ રહ્યો હોવાનું જણાવાયું છે. જોકે સીએમના ઉમેદવાર તરીકે અખિલેશ યાદવ પ્રથમ પસંદ બનીને બહાર આવ્યા છે.

એબીપી ન્યૂઝ-સિસરો દ્વારા ૨૬-૨૮ ઓક્ટોબર દરમિયાન પાંચ વિધાનસભા બેઠક પર કુલ ૧૫૦૦ લોકોને આવરીને એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે લોકોને એવું પૂછવામાં આવ્યું કે સપાના આંતરિક વિખવાદનો ફાયદો કોને થશે ? ત્યારે આ પ્રશ્નના જવાબમાં ૩૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેનો સૌથી મોટો ફાયદો ભાજપને થશે. જ્યારે ૨૯ ટકા લોકોએ સપા પરિવારના ઝઘડાનો ફાયદો માયાવતીના બસપાને થશે એવું જણાવાયું હતું. કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં સ્થિતિ કફોડી હોવાનું બહાર આવ્યું છે. આ સવાલના જવાબમાં માત્ર ૬ ટકા લોકોએ એવું જણાવ્યું હતું સપાના ઝઘડાનો ફાયદો કોંગ્રેસને થશે.

સપામાં આંતરિક વિખવાદ વચ્ચે પણ અખિલેશ યાદવની ઈમેજમાં સુધારો થયો છે. આગામી મુખ્યપ્રધાન કોણ હોવા જોઈએ? એવા પ્રશ્નના જવાબમાં ૩૧ ટકા લોકોએ અખિલેશ પર પસંદગી ઉતારી હતી. જ્યારે ૨૭ ટકા લોકોએ પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીને સીએમ તરીકે પસંદ કર્યાં હતાં અને ભાજપના યોગી આદિત્યનાથને ૨૪ ટકા લોકોએ સીએમ તરીકે પસંદ કર્યા હતા.

જ્યારે સર્વેક્ષણ લોકોને એવું પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશના રાજકીય ભૂકંપ માટે આ ઝઘડાનાં મૂળમાં કોણ છે ત્યારે ૪૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે આ ઝઘડાનું મૂળ શિવપાલસિંહ યાદવ છે. ૧૫ ટકા લોકોએ આ માટે અમરસિંહને જવાબદાર ગણાવ્યા હતા અને માત્ર ત્રણ ટકા લોકોએ રામગોપાલ યાદવને જવાબદાર ગણાવ્યા છે. સપાના આંતરિક ઝઘડાથી કોની છબીને નુકસાન પહોંચ્યું છે તેવા પ્રશ્નના જવાબમાં ૩૦ ટકા લોકોએ સપાના ઝઘડાના કારણે પક્ષના સુપ્રિમો મુલાયમસિંહ યાદવની છબીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

13 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

13 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

14 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

14 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

14 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

14 hours ago