રિલીઝ પહેલા ‘રેસ 3’ની બ્લૉકબસ્ટર કમાણી, એક જ વખતમાં અબજોપતિ બની ગયો સલમાન ખાન

સલમાન ખાન દર વર્ષે 2-3 બ્લૉકબસ્ટર ફિલ્મો આપે છે. આ વર્ષે સલમાન ખાન ‘રેસ 3’ લઇને આવી રહ્યો છે. આ વર્ષે ઇદના મોકે પર ‘રેસ 3’ને રિલીઝ કરવામાં આવશે તેવું લાગી રહ્યુ છે. રિલીઝથી પહેલા જ સલમાન ખાનની આ ફિલ્મ ડિમાન્ડમાં છે, ડ્રિસ્ટ્રીબ્યૂટર્સ ‘સલ્લૂ’ની અપકમિંગ ફિલ્મને ખરીદવા માટે લાઇનમાં લાગ્યા છે.

સૂત્રોનુસાર, સલમાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ને ડોમેસ્ટિક બૉક્સ ઑફિસ પર કુલ 339 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બોલિવુડની ત્રીજી સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મ ‘રેસ 3’ની મોટે ભાગે શૂટિંગ વિદેશમાં થયું છે અને સાથે જ ફિલ્મ માટે સમલાને દમદાર એક્શન સીન્સ શૂટ કર્યા છે

.સૂત્રોનુસાર, ડિસ્ટ્રીબ્યૂટર્સ ગત મહિનાથી આ ફિલ્મના રાઇટ્સ ખરીદવા માટે પ્રોડ્યુસર રમેશ તૌરાનીની ઑફિસની બહાર જોવા મળી રહ્યા છે, જેમાં ચાર ટૉપ કન્ટેન્ડર ફોક્સ સ્ટાર સ્ટૂડિયો, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, યશ રાજ ફિલ્મ્સ અને ઇરોઝ ઇન્ટરનેશનલ શામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરોઝ ઇન્ટરનેશનલે રમેશ તૌરાની અને સલમાન ખાનની સામે સૌથી મોટી ઑફર મૂકી છે. ઇરોઝ ઇન્ટરનેશનલે 190 કરોડ રૂપિયાની ઑફર કરી છે. આ ફિલ્મના વર્લ્ડ વાઇડ રાઇટ્સ 160 કરોડ અને ચીનમાં 30 કરોડમાં વેચાઇ શકે છે.

થોડા દિવસોમાં આ વાતની જાહેરાત કરવામાં આવશે કે ફિલ્મને કયા ડિસ્ટ્રીબ્યૂટરને વેચવામાં આવી છે. રમેશ તૌરાનીની આ ફિલ્મ વર્ષની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મને રેમો ડિસૂઝા ડિરેક્ટ કરી રહ્યો છે. સલમાન સિવાય આ ફિલ્મમાં જેક્લિન ફર્નાડિઝ, બૉબી દેઓલ, અનિલ કપૂર અને ડેઝી શાહ જોવા મળશે.

You might also like