Categories: Entertainment

સલમાનની પ્રશંસા કરતી જેકલીન ફર્નાન્ડીઝ

સલમાન ખાન સાથેની ફિલ્મ ‘કિક’ સફળ રહ્યા બાદ જેકલીન ફર્નાન્ડીઝે સફળતાનો ભરપૂર અાનંદ લીધો. ત્યારબાદ જેકલીનના ભાગમાં બીજી પણ ઘણી સારી ફિલ્મો અાવી. જેકલીન હવે ‘રિલોડ’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. અા ફિલ્મ ૨૫ અોગસ્ટે રિલીઝ થશે, જોકે અા ફિલ્મનું નામ બદલાઈને હવે ‘અ જેન્ટલમેન’ થઈ ચૂક્યું છે. એક્શનથી ભરપૂર અા ફિલ્મના નિર્દેશક રાજ નિદિમોરુ અને કૃષ્ણ ડી.કે. છે. ‘કિક’ બાદ ફરી એક વાર જેકલીન સલમાન ખાન સાથે રેમો ડિસોઝાની ફિલ્મ કરી રહી છે. રેમોની અા ફિલ્મ ‘એબીસીડી’ સિરીઝની ત્રીજી ફિલ્મ છે, તેનું શૂટિંગ થોડા સમયમાં શરૂ થશેે. ‘એબીસીડી’ સિરીઝની બંને ફિલ્મો સફળ રહી હતી. હવે ‘એબીસીડી-૩’માં સલમાન અને જેકલીનની જોડી ફરી એક વાર જોવા મળશે.

સલમાન ખાન દરેક જગ્યાઅે જેકલીનનાં વખાણ કરતો ફરે છે. જેકલીન પણ સલમાનનાં વખાણ કરવામાં કાંઈ બાકી રાખતી નથી. તે કહે છે કે સલમાન એક સારો સ્ટાર છે. પોતાના કોએક્ટર્સને હંમેશાં સહજ ફીલ કરાવે છે. તેના વિશે લોકો જે વિચારે છે તેવો તે બિલકુલ નથી. તે અત્યંત ફોકસ્ડ અને મહેનતુ છે. જ્યાં સુધી સ્ક્રીન પર કોઈ સીનથી તેને સંતોષ ન થાય ત્યાં સુધી તે અે સીનની પાછળ પડ્યો રહે છે. તેની સાથે કામ કરીને હું સમજી શકી છું કે સ્ટારડમ મેળવવું અને તેને ટકાવવું કેટલું અઘરું છે. સલમાન લોકોને હસાવે છે એટલું જ નહીં, કોઈ પણ નેગેટિવ વાત પણ તેની અાસપાસ હોતી નથી. •
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

32 mins ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

49 mins ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

54 mins ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

58 mins ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

1 hour ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

1 hour ago