સલમાન ખાન ટીવી શો દ્વારા ટીવી પર્દે કરશે ફરી વાપસી

બિગ બૉસ પછી હવે સલમાન ખાન તેના લોકપ્રિય ટીવી શો દસ કા દમ દ્વારા નાના પડદા પર ફરી પાછો આવી રહ્યો છે. સોની ચેનલ દ્વારા ફેસબુક પર શોનો બીજો ટ્રેલર રજૂ કરવામાં આવ્યો છે જેમાં સલમાન તેના ચાહકોને કહી રહ્યો છે કે ‘હું આવી રહ્યો છું.

ટીવી પર સલમાનના પાછા ફરવા પર અગાઉ ઘણી ચર્ચા થઇ હતી.પરંતુ જ્યારે આ શોના સલમાન દ્વારા ઘણા શૂટિંગના અહેવાલો આવ્યા હતા, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયા હતું કે ભાઇજાન એકવાર ફરીથી ટીવી પર ધમાલ કરવા આવી રહ્યો છે. સલમાનનું આ ટ્રેલર અભિનેતાનું 9 ફેબ્રુઆરીના રોજ શૂટ કરવામાં આવ્યુ હતું. સલમાનની વાપસીની જાહેરાત અને ઓડિશન કોલ્સ માટે જ આ ટ્રેલર ને શૂટ કરવામાં આવ્યુ હતુ.

હાલમાં મેકર્સ શોની એપ્લિકેશન બનાવવાની તૈયારમાં વ્યસ્ત છે, જેથી લોકોને આ શોમાં જોડવાની તક મળી શકે. આ એપ્લિકેશન ટૂંક સમયમાં બહાર પડશે.ચેનલ બીજી બાજુ સ્ક્રીન ઇન્ટરકેક્શન દ્વારા વધુને વધુ દર્શકો સુધી જોડવામાં આવશે. ચેનલની આ સ્ટ્રેટેજીએ તેમના બીજો શો “કૌન બનેગા કરોડપતિ”માં પણ ઘણુ સારૂ કામ કર્યુ હતુ. હાલમાં સલમાનને દસ કા દમ ના શોમાં જોવા માટે જૂન મહિના સુધી રાહ જોવી પડશે કેમકે સલમાન હમણાં તે આવનારી ફિલ્મ રેસ-3 ની શૂટિંગમાં વ્યસ્ત છે.

You might also like