PMO અધિકારીઓનાં પગાર જાહેર : વડાપ્રધાનનો 1 લાખ 60 હજાર પગાર

નવી દિલ્હી : પ્રાઇમ મિનિસ્ટર ઓફિસએ પોતાનાં અધિકારીઓ અને સ્ટાફનાં પગારની જાહેરાત કરી હતી.વડાપ્રધાનનાં જણાવ્યા અનુસાર તેમનાં અધિકારી સ્ટાફમાં સૌથી વધું 2 લાખ અને સૌથી ઓછું 17 હજાર પગાર આપવામાં આવે છે. સૌથી વધુ 2 લાખ/ મહિને પગાર પીએમનાં સેક્રેટરી ભાસ્તર ખુલ્બેને મળે છે. ભાસ્કર ખુલ્બે 1983ની બેચનાં છે. ખઉલ્બેને ગત્ત સપ્તાહે જ મુખ્ય સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

અગાઉ તેઓ એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. 1 જુને વડાપ્રધાને જાહેર કરેલા સ્ટેટમેન્ટ અનુસાર ખુલ્બેનો પગાર 2.01 પ્રતિ માસ છે. પીએમઓનાં બીજા ટોચનાં અધિકારીમાં પીએમનાં પ્રિન્સિપાલ સેક્રેટરી નુપેન્દ્ર મિશ્રા, ઓડિશનલ પ્રિન્સિપાલ, સેક્રેટરી પી.કે મિશ્રા અને નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝર અજીત ડોભાલને દર મહિને 1 લાખ 62 હજાર 500 રૂપિયા તથા પેન્શન મળે છે. આ ત્રણેય રિટાયર્ડ સિવિલ સર્વન્ટ હોવાનાં કારણે તેમનાં પગાર એક સરખા છે.

પીએમઓનાં પીઆરઓ તથા પીએમનાં જુના સાથી જેએમ ઠક્કરને દર મહિને 99,434 રૂપિયા અને પેન્શન મળે છે. પીએમઓ તથા પીઆઇબીનાં ઇન્ફોર્મેશન ઓફિસર શત ચંદરને મહિને 1.26 લાખ રૂપિયા મળે છે. જોઇન્ટ સેક્રેટરી તરૂણ બજાજને 177 હજાર તથા અનુરાગ 1.76 તથા એકે શર્માને 1.73 રૂપિયા પગાર છે. સૌથી ઓછો પગાર 17 હજાર છે. આ પગાર મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનો દરજ્જો મેળવનાર વ્યક્તિને મળે છે. હાલ વડાપ્રધાન દર મહિને 1.60 લાખ રૂપિયા મહિને છે.

You might also like