Categories: Gujarat

સાલ હોસ્પિટલને નોટિસનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં એક માસ લાગ્યો!

અમદાવાદ:ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સાલ હોસ્પિટલમાં ગત તા.૧૮, મે, ર૦૧૬ની સાંજે ભીષણ આગ લાગતાં સોથી વધુ દર્દીઓ તેમજ તેમનાં સગાં-સંબંધીઓ ફસાયા હતા. સમગ્ર શહેરમાં આ દુર્ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી. જોકે આ મામલે સાલ હોસ્પિટલની સેફટીનાં સાધનો તેમજ યોગ્ય વેન્ટિલેશનના અભાવ જેવી બેદરકારી છતી થવા છતાં કોર્પોરેશન દ્વારા હજુ સુધી હોસ્પિટલને નોટિસ ફટકારાઇ નથી, બલ્કે નોટિસ તૈયાર કરવાનો ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે.
સાલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલો બાયોમેડિકલ વેસ્ટના સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. થોડીક પળોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની એક પછી એક એમ કુલ ર૭ ગાડીઓએ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા અઢી કલાકની ભારે જહેમત બાદ આ ભીષણ આગ પર કાબુ મેળવાયો હતો. આગની જ્વાળાની લપેટમાં પાંચમો માળ પણ આવતા દર્દીઓમાં ભારે નાસભાગ મચી જતાં આશરે સો દર્દીઓ અને તેમનાં સગાં-વહાલાંઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે ફાયર બ્રિગેડે સ્નોરકેલની મદદથી અને અન્ય રીતે આગમાં ફસાયેલા આ તમામ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

સાલ હોસ્પિટલમાં વેન્ટિલેશનનો અભાવ હોઇ ગૂંગળામણ વધતાં એક તબક્કે મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ ઊભી થઇ હતી. દરમ્યાન કોર્પોરેશન દ્વારા સાલ હોસ્પિટલની આગની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ શહેરભરની તમામ હોસ્પિટલમાં વેન્ટિલેશનની તપાસ હાથ ધરવાની દિશામાં પગલાં લેવાની જાહેરાત કરાઇ હતી. જોકે આ જાહેરાત તો હજુ કાગળ પર રહેવા પામી છે પરંતુ સાલ હોસ્પિટલને પણ નોટિસના મામલે હજુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી.  સૂત્રો કહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાલ હોસ્પિટલને નોટિસ આપવાનો હજુ ડ્રાફટ તૈયાર થઇ રહ્યો છે.
http://sambhaavnews.com

divyesh

Recent Posts

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 mins ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

27 mins ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

31 mins ago

રાજ્યના PSIને મળી મોટી રાહત, પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઇકોર્ટે હટાવ્યો

અમદાવાદમાં રાજ્યના સેંકડો પોલીસ સબ ઇન્સપેક્ટર માટે હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઈકોર્ટે…

1 hour ago

ખેડૂૂત આક્રોશ રેલીમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના કાર્યકરો સહિત 1000ના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂૂરી થયા બાદ રેલી સ્વરૂપે…

2 hours ago

‘તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં’ તેમ કહીને યુવકે પીઆઈની ફેંટ પકડી

અમદાવાદ: શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારીઓની પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક…

2 hours ago