VIDEO: ચાલુ મેચે સાક્ષીએ ધોનીને કર્યો આવો ઇશારો, પછી થયું કંઇક આવું..

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)બુધવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. જેમાં એમ.એસ. ધોનીએ 70 રનની ઇનિંગ રમી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. મેચ જીતાડવાની સાથે જ ધોનીએ બતાવી દીધું કે તેમનામાં કેટલો દમ છે. મેચમાં સૌથી રોમાંચક પળ હતી તેની અંતિમ ઓવર. જેમાં 6 બોલમાં 16 રનની જરૂર હતી.

મેચનો એક સમય યાદગાર બની ગયો જ્યારે સ્ટેડિયમમાં દૂરથી સાક્ષીએ ધોનીને એવો એક ઇશારો કર્યો કે જવાબમાં ધોનીએ બીજી સિક્સર પણ ફટકારી દીધી. ધોનીએ પહેલી સિક્સ લગાવી ત્યારે તેની પત્ની સાક્ષીએ ઇશારો કરીને તેણે બીજી સિક્સર ફટકારવાનું કહ્યુ, ધોનીએ બીજી સિક્સર ફટકારીને મેચ જીતાવી દીધી અને સાક્ષીની ઇચ્છા પૂર્ણ કરી દીધી .

ચેન્નાઇ સુપરકિંગ્સે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનું નિર્ણય કર્યો. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનાદાર બેટિંગ કરીને 205 રન બનાવ્યા જેમાં એબી ડિવિલિયર્સે 30 બૉલમાં 68 રન કર્યા, જ્યારે તેનો સાથ ક્વિંટન ડિ કૉકે 37 બોલમાં 53 રન ફટકાર્યા હતા.

જણાવી દઇએ કે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મેચ જીતવી અતિ મહત્વની હતી, કેમ કે જો તેઓ આ મેચ જીતી જાત તો પોઇન્ટ ટેબલ પર બેંગ્લોર ઉપર આવી જાત. પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સની સામે કોહલીની સેનાની હાર થઇ ગઇ. આ મેચને જીત્યા બાદ ચેન્નઇ સુપર કિંગ્સ IPLના પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે.

You might also like