#MeToo: યૌન શોષણના આરોપ બાદ સાજીદ ખાને છોડી ‘હાઉસફુલ-4’

#MeToo હેઠળ ડાયરેકટર સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જેને લઇ સાજીદ ખાનને નુકસાન ઉઠાવવું પડ્યું છે. સાજીદ ખાન આ દિવસોમાં હાઉસફુલ-4 નું શૂટિંગ કરી રહ્યા હતા.

તેના પર આસિસ્ટન્ટ ડાયરેકટર સહિત ત્રણ મહીલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ વધુ વકરતાં સાજીદ ખાને હાઉસફુલ-4 ફિલ્મ છોડી દીધી અને હવે તે આ ફિલ્મનું ડાયરેકશન નહીં કરે.

મારી પર આરોપ લાગ્યા બાદ સાજીદ ખાને એક નિવેદન આપ્યું, મારા ઉપર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યા બાદ મારો પરિવાર, મારા પ્રોડ્યુસર અને હાઉસફુલ-4ના સ્ટારકાસ્ટ પર દબાવ છે.

હું આ બધાની જવાબદારી લેતા હાલમાં ફિલ્મ છોડી રહ્યો છું. સત્ય સામે આવશે. હું મીડિયાને અપીલ કરું છું કે સત્ય સામે ના આવે ત્યાં સુધી કોઇ નિર્ણય લેતા નહી. જ્યારે ફિલ્મમાં કામ કરી રહેલા અભિનેતા અક્ષય કુમારે પણ પ્રોડ્યુસરને વિનંતી કરી હતી કે ફિલ્મનું શૂટિંગ રદ્દ કરી દેવામાં આવે.

You might also like