IPLમાં સહેવાગની નવી ભૂમિકા, ‘પંજાબ’ માટે બેટિંગ નહિ પણ કરશે આ કામ

મુંબઈ: ભારતીય ટીમના પૂર્વ ધાકડ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે આઈપીએલની નવી સીઝનમાં એક બીજી ભૂમિકામાં દેખાશે. હકીકતમાં, ફ્રેન્ચાઈઝી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના ક્રિકેટ મેદાન પર બીજી ભૂમિકા માટે તેને પસંદ કરવામાં આવ્યો છે.

સહેવાગ હવે ટીમની ક્રિકેટ ઓપરેશનના હેડ છે. તેમની સાથે ફ્રેન્ચાઇઝીના બ્રાન્ડ એમ્બેસેડર પણ હશે.

આ પહેલા સહેવાગને આગામી સત્ર માટે ટીમની કોચિંગ માટે ઉપયોગમાં લેવાની વાત થઈ રહી હતી. કેમ કે સંજય બાંગરને ટીમ ઇન્ડિયાના સહાયક કોચ તરીકે કામ કરવાનું હોવાથી કિંગ્સ ઇલેવન પંજાબના કોચ પદેથી તેણે રાજીનામું આપી દીધું હતું.

વીરું પાછલા બે સત્રથી મેંટર ટીમ સાથે જોડાયેલા છે. જણાવી દઈએ કે પાછલા સત્રમાં કિંગ્સ ઇલેવનની ટીમનું પ્રદર્શન ઘણું લથડી ગયું છે અને આ વખતે ટીમ મેનેજમેન્ટને વીરુ દ્વારા ટીમમાં નવો જોશ ફૂંકવા માટેની આશા વ્યક્ત કરવાનું કહેવામાં આવ્યું છે.

You might also like