OMG! સહારાના રણ પર છવાઇ ગઇ સફેદ ચાદર …!

એક બાજુ જ્યાં જાન્યુઆરીમાં ઠંડીએ દુનિયાભરના દેશોમાં તાંડવ મચાવ્યું છે. તો બીજી તરફ ઠંડીના કહેરથી રણ પણ બચી શક્યું નથી. દુનિયાના સૌથી ગરમ સહારાના રણમાં આ વખતે ભારે હિમવર્ષ જોવા મળી છે. સહારાના પ્રવેશ દ્વાર ગણા ઉત્તરી અલ્જેરીયાના કે એન સફેરામાં લાલ રેતી પર જ્યારે સફેદ ચાદર છવાઇ ગઇ ત્યારે તેનો નજારો જોઇને પ્રવાસીઓ આનંદીત થઇ ગયા હતા.

અહીં એક ટાઉમાં રવિવારે 16 ઇંચ જેટલો બરફ પડ્યો. ઉલ્લેખનીય છે કે એન સેફરા દુનિયાનું સૌથી ગરમ મરૂસ્થળ એટલે કે સહારા રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.  ઉત્તરી અલ્જીરિયાના એન સેફરામાં 40 વર્ષમાં આવો નજારો ત્રીજી વખત જોવા મળ્યો છે. અંદાજે 40 વર્ષ અગાઉ ફેબ્રુઆરી 1979 માં અહીં થોડા કલાક બરફ પડ્યો હતો.

ગત ડિસેમ્બરમાં પણ અહી થોડી હિમવર્ષા થઇ હતી. પરંતુ આ વખતે આખો દિવસ બરફ પડ્યો જેને લઇને રણમાં સફેદ ચાદરથી ઢંકાઇ ગઇ હોય તેવુ જોવા મળ્યું હતું. એલટેલ માઉન્ટેનથી ઘેરાયલું અલ્જીરિયાનો આ વિસ્તાર સમુદ્ર સ્તરથી અંદાજે 1000 મીટર ઉંચો છે. ગરમીમાં અહીં તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

જ્યારે ઠંડીમાં તાપમાન માઇનેસ 10 ડીગ્રી સુધી જતું રહે છે. મૌસમનો મિજાજ જોતા વૈજ્ઞાનિકોએ કરેલા અનુમાનને સમર્થન મળ્યું છે કે આગામી 15 હજાર વર્ષમાં સહારના રણમાં ફરી લીલોત્તરી જોવા મળશે.

You might also like