CBI કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ બાબા રામ રહીમે ખખડાવ્યા હાઇકોર્ટનાં દ્વાર

ચંડીગઢ: બે સાધ્વીઓ પર બળાત્કારનાં કેસમાં જેલમાં બંધ ગુરમિત રામ રહિમે આખરે હવે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. ગુરમિત રામ રહિમે બળાત્કારનાં કેસમાં 20 વર્ષની સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી છે. હાઇકોર્ટ હવે આ અરજી પર સુનાવણી કરશે. આ પૂર્વે 25 ઓગસ્ટનાં રોજ પંચકૂલાની કોર્ટે ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમિત રામ રહિમને બે સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં દોષી ઠેરવ્યા હતાં.

ત્યાર બાદ 28 ઓગસ્ટનાં રોજ બાબાને બંને કેસમાં 10-10 એમ કુલ મળીને 20 વર્ષની સજા ફટકારાઈ હતી. આ ઉપરાંત 15-15 લાખ રૂપિયાનો દંડ પણ આ બંને કેસમાં ફટકારાયો હતો. હાલમાં રામ રહીમ હરિયાણાની રોહતક જેલમાં પોતાની સજા કાપી રહ્યો છે. સજાની સુનાવણી બાદ પંચકૂલા સહિત હરિયાણા પંજાબ ઉપરાંત દિલ્લી, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 30થી વધુ લોકોનાં મોત થયા હતાં.

બાબા રામ રહીમ હાઇકોર્ટની શરણે
ગુરમિત રામ રહિમે ખખડાવ્યા હાઇકોર્ટનાં દ્વાર
બળાત્કાર કેસમાં હાઇકોર્ટમાં કરી અપીલ
પંજાબ-હરિયાણા હાઇકોર્ટ સાંભળશે ગુરમિતની અપીલ
બે સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા
25 ઓગસ્ટનાં રોજ દોષિત સાબિત થયો હતો ગુરમિત રામ રહિમ
28 ઓગસ્ટનાં રોજ પંચકૂલાની કોર્ટે સંભળાવી હતી સજા
ગુરમિતને સજા બાદ પાંચ રાજ્યોમાં ફાટી નીકળી હતી હિંસા

You might also like