શાહરુખ અને આમિર ખાનની નસમાં પાકિસ્તાની લોહી વહે છેઃ સાધ્વી પ્રાચી

નવી દિલ્હી: પોતાના સ્પષ્ટ અને અટપટા નિવેદન માટે સમાચારોની હેડલાઇન્સમાં વારંવાર ચમકતાં સાધ્વી પ્રાચીએ મુસ્લિમો અંગે વિચિત્ર ટિપ્પણી કરતાં બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન અને આમિર ખાન અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. સાધ્વી પ્રાચીએ જણાવ્યું છે કે શાહરુખ ખાન અને આમિર ખાનની નસમાં પાકિસ્તાની લોહી વહી રહ્યું છે. તેમને તેમની ઓકાત હિંદુસ્તાનીઓએ બતાવી દેવી જોઇએ.

યુ-ટયૂબ પર જારી કરાયેલા એક વીડિયોમાં સાધ્વી પ્રાચીએ જણાવ્યું હતું કે ભારતને કોંગ્રેસમુક્ત તો કરી દીધું છે, પરંતુ હવે ભારતને મુસ્લિમમુક્ત બનાવવાની જરૂર છે, જેના માટે આપણે કામ કરવું જોઇએ. શાહરુખ ખાનની બે ફિલ્મ ફલોપ ગયા બાદ હવે શાહરુખ ખાનને હિંદુઓ યાદ આવી રહ્યા છે.

મારે સમગ્ર હિંદુસ્તાનને કહેવું છે કે જેઓ ખાય છે હિંદુસ્તાનનું અને ગીતો પાકિસ્તાનનાં ગાય છે. શાહરુખ અને આમિરની રગમાં પાકિસ્તાની લોહી વહી રહ્યું છે. હિંદુસ્તાનીઓએ આ બંનેને તેમની ઓકાત બતાવી દેવાની જરૂર છે. સાધ્વી પ્રાચીનું આ નિવેદન આ બંને બોલિવૂડ સ્ટાર અને તેમના ચાહકો માટે આઘાતજનક અને અપમાનજનક છે. સાધ્વી પ્રાચીના આ નિવેદનને લઇને કેરળના એક કાર્યકરે તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે.

You might also like