વ્રતમાં ખાવ સાબુદાણા કેસરી

સામગ્રી

100 ગ્રામ સાબુદાણા

2 કપ પાણી

3 ચમચી ઘી

10-12 કાજૂ

5 ઇલાયચી

½ કપ ખાંડ

ચપટી કેસર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં સાબુદાણાને બાફીને ચારણીમાં રાખો. એક પેનમાં ઘી એડ કરી ધીમી આંચ પર તેને ગરમ કરો. ત્યાર બાદ ઇલાયચીને છોલીને તેનો પાવડર બનાવો. હવે પેનમાં સાબુદાણા અને કાજુ એડ કરો સાથે જ કેસર એડ કરીને બરોબર મિક્સ કરો.  હવે સાબુદાણામાં ઇલાયચી પાવડર અને અડધો કપ ખાંડ એડ કરી મિક્સ કરો. પાંચ મીનિટ ગેસ પર રાખી બંધ કરી દો અને ગરમા ગરમ સર્વ કરો.

You might also like