Categories: Gujarat

રિવરફ્રન્ટનાં ત્રણ શૌચાલય મહિનાઓથી પાણીની લાઇનના અભાવે બંધ!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટને તૈયાર કરાયો છે, પરંતુ રિવરફ્રન્ટમાં સત્તાવાળાઓએ પાણીની લાઇનનું નેટવર્ક જ બિછાવ્યું નથી. પરિણામે રિવરફ્રન્ટનાં ત્રણ શૌચાલય મહિનાઓથી બંધ હાલતમાં મુલાકાતીઓની મશ્કરી કરી રહ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર રેલવે બ્રિજથી વાસણા બેરેજ સુધીના ૧૧.પ કિ.મી. લંબાઇના બંને કાંઠાને વિકસિત કરવા માટે અનેક આયોજન હાથ ધરાયા છે. બંને કાંઠે વોક વે, બગીચા, રોડ વગેરે તૈયાર કરાયા છે. તંત્ર દ્વારા મુલાકાતીઓની સુવિધા માટે બંને કાંઠા પર કુલ ૧૩ શૌચાલય પણ બનાવાયાં છે, પરંતુ આ પૈકીના પૂર્વ કાંઠાના બે અને પશ્ચિમ કાંઠાનું એક શૌચાલયના દરવાજા પર મહિનાઓથી પાણીની લાઇનના અભાવે તાળાં લટકી રહ્યાં છે. પૂર્વ કાંઠા પરના નારણ ઘાટ અને આંબેેડકર બ્રિજના પશ્ચિમના વાસણા છેડાનું અને પૂર્વના ખોડિયારનગર છેડાનું શૌચાલય મુલાકાતીઓને ઉપયોગી થતું નથી. આ માટે સાબરમતી રિવરફ્રન્ટમાં પાણીની લાઇનના નેટવર્કનો અભાવ હોવાનું પણ એક મુખ્ય કારણ છે.

તંત્રના ઇજનેર વિભાગનાં સૂત્રો કહે છે કે રિવરફ્રન્ટમાં પાણીની લાઇનનું નેટવર્ક ન હોઇ ઇજનેર વિભાગને કાંઠા નજીકના રહેણાક વિસ્તારથી છેક શૌચાલય સુધીની પાણીની નવી લાઇન નાખવી પડે તેમ છે. નારણઘાટના શૌચાલયમાં પાણી પૂરું પાડવા પાસેના શિલાલેખ એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી નવી પાણીની પાઇપલાઇન બિછાવાશે. આ માટેના ટેન્ડરને મંજૂરી અપાઇ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા તમામ શૌચાલયને ખાનગી એજન્સીને ચલાવવા અપાયાં છે. જે માટે તંત્ર દર મહિને રૂ.૧૭,૦૦૦નું ભાડું ચૂકવે છે. જોકે ટૂંક સમયમાં સત્તાવાળાઓ રિવરફ્રન્ટના ‘મફત’ શૌચાલયમાં પે એન્ડ યુઝનો પાઇલટ પ્રોજેકટ દાખલ કરશે. જેમાં સફળતા મળ્યા બાદ તમામ શૌચાલય પે એન્ડ યુઝ બનશે.

divyesh

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

55 mins ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

1 hour ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

1 hour ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

1 hour ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago