Categories: Gujarat

ગ્રેટ એસ્કેપઃ ૪૮ કલાક પછી પણ અધિકારીઓ માથું ખંજવાળે છે કે પ્રવીણ ભાગ્યો કઈ રીતે?

અમદાવાદ: રાજ્યની હાઇ સિક્યોરિટી એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી માત્ર ૧૯ વર્ષનો લબરમુછિયો યુવાન ૧૮ ફૂટની દીવાલ ઇલેકટ્રિક કરંટની ફેન્સિંગ વાયર કૂદી ફરાર થઇ જતાં જેલ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. જેલ સત્તાધીશોના જણાવ્યા મુજબ ગણતરીની મિનિટોમાંં હત્યાના ગુનાનો આરોપી પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ દીવાલ વચ્ચે રહેલી ગેપની મદદથી ઉપર ચઢી ઇલેક્ટ્રિક વાયર પરથી જેલની બહાર કૂદયો હતો.

કેદના ભાગ્યાને ચાર કલાક બાદ જેલ તંત્રને જાણ થતાં જેલ સત્તાધીશો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેલમાં દોડી આવી હતી. તપાસ શરૂ કરી હતી. ર૦ વર્ષીય યુવાન ૭૦૦૦ કેવીની લાઈવ ઇલેક્ટ્રિક કરંટની પહેરાવાળી દીવાલ કૂદયો કઇ રીતે તેમજ વીજકરંટ અને બઝર ચાલુ હોવા છતાં ભાગવામાં સફળ કઇ રીતે રહ્યો તે ૪૬ કલાક પછી પણ પોલીસ માટે વણ ઉકેલ્યો પ્રશ્ન બન્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હાલ બે દિવસ અગાઉ તેને મળવા આવેલા મિત્રની તથા ભાગ્યા તેની પહેલા કેસમાં સહ આરોપી સાથે વાતચીત કરી હતી. તે આરોપીની પણ પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે પ્રવીણની પત્ની તેના મિત્ર સાથે જેલમાં પ્રવીણને મળવા આવી હતી. બે દિવસ અગાઉ જ કેસમાં પ્રવીણની પત્ની અને તેની બહેન જામીન પર છૂટયાં હતાં. શનિવારના દિવસે પ્રવીણે જેલના પીસીઓમાંથી તેની પત્ની સાથે ફોન પર વાતચીત કરી હતી. જેથી પોલીસને પ્રબળ શંકા છે કે જેલમાંથી ભાગવા અંગે આરોપી પ્રવીણ અને પત્નીએ પ્લાન બનાવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની પત્નીનાં મોબાઇલ લોકેશનની તપાસ કરતાં જયારે પ્રવીણ ભાગ્યો ત્યારે મોબાઇલ લોકેશન જેલની બહારનું જ આવતું હતું.

તેથી પ્રવીણ તે જ સમયે ભાગવાનો છે તે નક્કી હતું અને તેની પત્ની જેલની બહાર હાજર જ હોય તેવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે. મોબાઇલ ફોનનાં લોકેશનની તપાસ કરતાં સાબરમતી જેલથી અપોલો હોસ્પિટલ અને ત્યાંથી એસપી રિંગ રોડ સુધીનું મળી આવ્યું હતું. હોલિવૂડની કોઇ ફિલ્મની જેમ આરોપી પ્રવીણે જેલમાંથી ફરાર થયા માટે પ્રિ-પ્લાન કરી હાઇ સિક્યોરિટી ગણાતી જેલના સત્તાધીશોના નાક નીચેથી ફરાર થવામાં સફળ રહ્યો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ચાર જેટલી ટીમ આરોપી પ્રવીણને શોધવામાં લાગી છે. બીજી તરફ જેલમાં લગાવેલા સીસીટીવી કેમેરા ઉપર પણ સવાલો ઊભા થયા છે.

શહેર પોલીસ કમિશનર દ્વારા વારંવાર જાહેરનામું બહાર પાડી મોલ, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં અને દુકાનોમાં હાઇ રિઝોલ્યુશન અને નાઇટવિઝનનાં કેમેરા લગાવવાનું જણાવાયું છે. પરંતુ જેલમાં લાગેલા હાઇ રિઝોલ્યુશનના સીસીટીવી કેમેરા જ લગાવવામાં આવ્યા નથી. જેલ આઇજીપી બી.એસ. જેબલીયાએ જણાવ્યું હતું કે જેલમાં લાગેલા સીસીટીવીમાં કેદી પ્રવીણ જેલની દિવાલ ચઢી અને વીજતારને અડક્યા વગર કૂદીને ફરાર થાય છે.

શહેરમાં આવેલી સામાન્ય પાન પાર્લરમાં પણ હાઇરિઝોલ્યુશનના કેમેરા હોય છે. હાઇ સિક્યોરિટી ગણાતી સાબરમતી જેલમાં ર૦૧૩માં સુરંગકાંડ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવાયું છતાં સુરક્ષામાં ખામી જ હોવાનું આ ઘટના બનતાં બહાર આવ્યું છે. સીસીટીવી કેમેરાની તપાસ કરતાં પ્રવીણ તારને અડક્યા વગર ભાગતો હોવાનું જણાય છે. જો તારમાં વીજ કરંટ ચાલુ હતો તો પછી પ્રવીણને કરંટ કેમ ન લાગ્યો તેના ઉપર સવાલ ઊભા થઇ રહ્યા છે. એફએસએલના રિપોર્ટમાં તારમાં વીજ કરંટ ચાલુ હતો અને બઝર પણ ચાલુ હતું બંને ચાલુ હોવા છતાં કેમ બઝરનો અવાજ ન આવ્યો અને કરંટ ન લાગ્યો?

જેલ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીએ જણાવ્યું હતું કે એસઆરપી જવાન દીવાલની ઉપર ફરજ બજાવતો હતો અને તેની બેદરકારી જણાતાં એસઆરપીના સેનાપતિને આ બાબતે પત્ર લખ્યો છે. જેલની અંદરના માણસે પ્રવીણને ભાગવામાં મદદ કરી છે કે કેમ તેની હાલમાં તપાસ ચાલી રહી છે. કોઇની સંડોવણી બહાર આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

divyesh

Recent Posts

ભારત આતંકવાદથી પ્રભાવિત ત્રીજો દેશ, માઓવાદી ચોથું ખતરનાક આતંકી સંગઠન

નવી દિલ્હી: સતત બીજા વર્ષે ભારત આતંકવાદ પ્રભાવિત દેશોમાં ઇરાક અને અફઘાનિસ્તાન બાદ ત્રીજા નંબરે છે, જ્યારે ઇસ્લામિક સ્ટેટ, તાલિબાન…

1 min ago

રાજ્યમાં ચાર હત્યાના બનાવ: રાજકોટમાં એક દિવસમાં બે હત્યા

અમદાવાદ: રાજ્યમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.…

12 mins ago

બે દીકરીઓ બચાવવા પાણીમાં દેરાણી- જેઠાણીએ ઝંપલાવ્યું: ચારેયનાં મોત

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામમાં રહેતા પરિવારની બે પુત્રીઓ અને બે મહિલાનાં નદીમાં ડૂબી જવાથી મોત નીપજતાં ભારે…

13 mins ago

રાફેલ સોદા પર ફ્રાન્સની કંપનીનો ખુલાસો: અમે જ રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી હતી

નવી દિલ્હી: ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદેના નિવેદન બાદ થયેલા હોબાળા વચ્ચે ફ્રાન્સની વિમાન કંપની દસોએ રાફેલ સોદા પર ખુલાસો…

24 mins ago

‘ચક્રવાત ડે’: દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં આંધી સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: દેશનાં અનેક રાજ્યમાં હવામાન ઓચિંતું બદલાઈ ગયું છે. ‘ચક્રવાત ડે’ના કારણે રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ઉપરાંત ઓડિશા…

29 mins ago

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી: પહાડીઓ પર બરફવર્ષા, ભૂસ્ખલન

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજધાની દહેરાદૂન ઉપરાંત ઉત્તર કાશી,…

33 mins ago