VIDEO: મેઘરાજાને રીઝવવા કુંવારી દીકરીઓનો અનોખો પ્રયાસ, શિવલિંગ પર કર્યો જળાભિષેક

સાબરકાંઠાઃ રાજ્યમાં પ્રથમ ધોધમાર વરસ્યાં બાદ હવે મેઘરાજાએ હાથતાળી આપી દીધી છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઇ છે. ત્યારે સાબરકાંઠામાં મેઘરાજાને રિઝવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાબરકાંઠાનાં લંઘેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરીને મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગામની કુંવારી દીકરીઓએ મંદિરનાં ગર્ભગૃહમાં પાણી ભરીને શિવલિંગનો અભિષેક કરીને મેઘરાજા મહેરબાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે તારીખ 12 ઓગષ્ટનાં રોજ રવિવારથી શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે અનેક એવાં નાના મંદિરોથી લઇ મોટા મોટા શિવ મંદિરોમાં અનેક ભક્તોનું ઘોડાપૂર જામ્યું છે. ત્યારે મહત્વનું છે કે અત્યારે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે તેમ છતાં વરસાદનાં અભાવે કેટલાંક લોકો વરસાદને રીઝવવા માટે અવનવા નુસખાઓ અપનાવે છે.

જેથી શ્રાવણ મહિનાનાં સોમવારને લઇ સાબરકાંઠામાં કેટલાંક ભક્તોએ મહાદેવજીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં લંઘેશ્વર મહાદેવનાં મંદિરનાં ગર્ભગૃહમાં પાણી ભરીને શિવજીનો અનોખો અભિષેક કરીને તેઓને વરસાદ લાવવા માટે રીઝવવાનો પ્રયાસ કરાયો હતો.

You might also like