VIDEO: સાબરકાંઠાનાં ઇડરમાં આજે 4 ઇંચ વરસાદ, ખેડૂતોમાં આનંદનો માહોલ

સાબરકાંઠાઃ જિલ્લાનાં ઇડરમાં આજે વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ છે. ઇડરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઇ હયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતનાં જુદા-જુદા ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. ગુજરાતનાં અનેક ભાગોમાં ભારે વરસાદનાં કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવાં મળ્યો હતો. ગુજરાતનાં બાકીનાં ભાગોમાં પણ ચોમાસાએ ભારે આગમન કર્યો છે. મહત્વનું છે કે ૨૯મી જૂનનાં આજનાં દિવસે દક્ષિણ-પશ્ચિમી વરસાદે સમગ્ર દેશને આવરી લીધો છે.

ઉત્તર ગુજરાતનાં ઘણાં ખરાં વિસ્તારોમાં ઘણી જગ્યાઓએ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્રનાં પણ જુદા જુદા ભાગોમાં વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાનાં ઇડરમાં પણ આજે કલાકોનાં ગાળામાં જ 4 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો.

આજનાં સતત બીજા દિવસે પણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવાં મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતનાં પણ કેટલાંક ક્ષેત્રોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે મન મૂકીને વરસાદ વરસ્યો હતો. આજે ઇડરમાં પણ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

You might also like