VIDEO: સાબરકાંઠામાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરનાર ગાયનેકની ધરપકડ

સાબરકાંઠાઃ જિલ્લામાં ગર્ભ પરીક્ષણ કરનાર એક ડોકટર સકંજામાં આવી ગયો છે. ગાયનેક વિભાગનાં ડોકટર અશ્વિન નાયક ગર્ભ પરીક્ષણ કરતાં તેઓ રંગે હાથે ઝડપાયાં છે. જે મામલે જિલ્લા આરોગ્ય વિભાગે સ્ટીંગ ઓપરેશન કરી ગર્ભનાં ગુનેગારને સકંજામાં કસ્યાં હતાં.

ડોકટરની ધરપકડ થતાં જ તેનું લાયસન્સ રદ્દ કરીને સોનોગ્રાફી મશીનને પણ સીલ કરી દીધું છે. આ ડોકટર સામે પોલીસે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે હિંમતનગરની મમતા હોસ્પિટલમાં આ સમગ્ર ઘટના બની હતી.

સાબરકાંઠામાં ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતાં ઝડપાયાં
ગાયનેક વિભાગનાં ડોક્ટર અશ્વીન નાયક ગર્ભ પરીક્ષણ કરતાં ઝડપાયાં
જિલ્લા આરોગ્ય વિભાગે સ્ટીંગ ઓપરેશન કરી રંગે હાથ ઝડપ્યાં
ડોક્ટરનું લાયસન્સ રદ્દ કરી સોનોગ્રાફી મશીનને કર્યું સીલ
પોલીસે ફરીયાદ નોંધી ડોક્ટર સામે વધુ તપાસ હાથ ધરી

You might also like