VIDEO: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં 3 લોકોને ફરી મેન્ડેટ આપતાં વિવાદ

સાબરકાંઠાઃ જિલ્લાનાં તલોદમાં ભાજપમાં ફરીથી એક મોટો ભડકો થયો છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં 3 લોકોને ફરી મેન્ડેટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ તેઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

ભાજપનાં 6 કાર્યકરોને પાલિકાનો બળવો કરતાં તેઓને પક્ષમાંથી અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે પણ એક માસ અગાઉ પાલિકાનાં સભ્યપદેથી તેઓને ગેરલાયક ઠેરવ્યાં હતાં. જો કે 6માંથી 3 લોકોને ફરીથી ટિકીટ આપતાં ભાજપનાં કાર્યકર્તાઓ નારાજ થયાં હતાં.

સાબરકાંઠાનાં તલોદમાં ભાજપમાં ભડકો
ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં 3 લોકોને ફરી અપાયું મેન્ડેટ
એક વર્ષ અગાઉ કરાયાં હતાં સસ્પેન્ડ
પાલિકાનો બળવો કરતાં 6 સભ્યોને પક્ષમાંથી કરાયાં હતાં સસ્પેન્ડ
કોર્ટે પણ એક‌ માસ અગાઉ પાલિકાનાં સભ્યપદેથી ગેરલાયક ઠેરવેલાં

You might also like