રશિયામાં વિમાન દૂર્ઘટના મામલોઃ તપાસમાં થયો ચોંકવનારો ખુલાસો

મોસ્કો : રશિયામાં 11 ફેબ્રુઆરીના રોજ થયેલા વિમાન દૂર્ઘટના પાછળનું મુખ્ય કારણ બહાર આવી ગયું છે. તપાસકર્તાઓ દ્વારા આ દૂર્ઘટના પાછળ વિમાનના પાઇલોટ જવાબદાર છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસારા પાઇલોટ વિમાનની હીટિંગ યૂનિટને બંધ કરવામાં અસફળ રહ્યો હતો જેના કારણે તેને ખોટી સૂચના મળવા લાગી જેના કારણે આ પરિણામ ભોગવવું પડ્યું.

રશિયા આંતરરાજ્ય વિમાન સમિતિના હવાલે ધ ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું કે ઉડાનમાં એક વિશેષ સ્થિતિ ઊભી થવાના કારણે વિમાન હાજર ઇન્ડીકેટરથી ઉડાનની સ્પીડ અંગે જાણકારી ખોટી મળવા લાગી. જ્યારે બીજી તરફ વિમાનની હીટિંગ સિસ્ટમ પણ બંધ થઇ ગઇ હતી.

વિમાનના ટેકઓફ કર્યા બાદ 1300 મીટરની ઉંચાઇ પર પહોંચ્યા બાદ 2 મિનિટ અને 30 સેકેન્ડ પછી આ વિશેષ સ્થિતિનું નિર્માણ શરૂ થઇ ગયુ હતું. ત્યાર બાદ ઇન્ડીકેટર વિમાનની સ્પીડ 465-470 કિમી પ્રતિ કલાક બતાવા લાગ્યુ હતું.

You might also like