રશિયામાં બોઇંગવિમાન દૂર્ઘટનાગ્રસ્ત, 62 પ્રવાસીઓના મોતની આશંકા

દક્ષિણ રશિયાના રોસ્ટેવ ઓન ડોન વિસ્તારમાં પેસેન્જર જેટ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં તમામ 55 યાત્રીઓ સવાર હતાં. ફલાયદુબઇ એરલાઇન્સનું વિમાન-738 જેટ દુબઇથી રશિયા પહોંચ્યું હતું. વિમાને દુબઇથી ઉડાન ભરી હતી. વિમાન લેન્ડીંગ સમયે દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે વિમાન ક્રેશ થવાની હાલમાં સત્તાવાર કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 7 ક્રુ મેમ્બર્સ સહિત 62 લોકોનાં મોતની આશંકા છે.

You might also like