Categories: Dharm Trending

શિવજીને અતિશય પ્રિય એટલે રુદ્રીનાં મંત્રો, જેનું ઉદ્દભવ સ્થાન છે વેદ

રુદ્રી ત્રણ પ્રકારે આવે છેઃ (૧) શુકલ યજુર્વેદિય (૨) કૃષ્ણ યજુર્વેદિય (૩) ઋગ્વેદિય. આ ત્રણેય રુદ્રીને વૈદોક્ત રુદ્રી કહેવામાં આવે છે. તેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં મુખ્યત્વે શુક્લ યજુર્વેદી રુદ્રી બોલવામાં આવે છે. વેદ એ શિવ છે અને શિવ એ જ વેદ છે. એટલે કે મહાદેવજી વેદ સ્વરૂપે છે. ભારતીય સંસ્કૃતિમાં વેદનો મહિમા અપાર છે. આથી જે વેદના મંત્રો દ્વારા મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે.

શિવ અને રુદ્ર બંને એક જ છે. સત એટલે કે દુ:ખોને દૂર કરનાર સતમ્-દુ:ખમ્ નાશયતીતિ રુદ્ર: રુદ્રાષ્ઠાધ્યાયી તે વેદનો જ સાર છે. એટલે કે રુદ્રીના મંત્રો વેદમાંથી લીધેલા છે. જેમ દૂધમાંથી જ માખણ અને તેમાંથી ઘી બને તેમ વેદના સાર રૂપ રુદ્રી છે. રુદ્રીમાં ગૃહસ્થધર્મ. રાજધર્મ. જ્ઞાન, વૈરાગ્ય. અને શાંતિનું વર્ણન કરવામાં આવેલ છે જે મનુષ્ય રુદ્રીના પાઠ કરે છે. હોમ કરે છે તે મનુષ્ય સ્વયં રુદ્ર રૂપ થઇ જાય છે.

રુદ્રીનાં મંત્રોના કેવળ શ્રાવણ માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે તો બીજા જીવનના સામાન્ય બાબતો પણ સરળતાથી દૂર થાય છે. વેદનું મહત્વ જોઇએ તો પૃથ્વી અનેક તત્વોથી બનેલી છે. આકાશ, જળ, વાયુ, ગરમી (ઉષા), સંધ્યા તથા ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર,રુદ્ર, વિષ્ણુ વગેરે દેવતાઓની સ્તુતિ રુદ્રીમાં સમાયેલ છે.

રુદ્રીનાં છ અંગ છે. પહેલા અધ્યાયમાં શિવ સંકલ્પ સૂક્ત તે હૃદય છે. બીજો અધ્યાય પુરુષ સૂક્ત તે માથું છે તેમજ ઉત્તર નારાયણ સૂક્ત તે હૃદય છે. ત્રીજા અધ્યાયને અપ્રતિસ્થ સૂક્ત કહે છે તે કવચ છે. ચોથો અધ્યાય મૈત્ર સૂક્ત છે તે નેત્ર છે. પાંચમો અધ્યાય શતરુદ્રીયસૂક્ત તે અસ્ત્ર છે. સંપૂર્ણ રુદ્રીનું વર્ણન કરવું મુશ્કેલ છે અને હજુ સુધી પૂર્ણ રીતે કોઇ કરી શકેલ નથી, પરંતુ અહીં સંિક્ષપ્ત રજૂ કર્યો છે.

(૧) રુદ્રીનો પહેલો અધ્યાય ગણપતિજીનો કહેવામાં આવે છે. તેમાં પહેલો મંત્ર પણ ગણપતિજીનો છે. બીજો અને ત્રીજો મંત્ર ગાયત્રી અદિ વૈદિક છન્દનો છે. ત્યારબાદના મંત્રોમાં તન્મે મન: શિવસંકલ્પ મસ્તુ પદ આવે છે. તેને શિવસંકલ્પસૂક્ત કહેવામાં આવે છે. જે માનસિક શાંતિ આપનાર છે. પહેલા અધ્યાયમાં ૧૦ મંત્રો છે.

(ર) બીજો અધ્યાય વિષ્ણુ ભગવાનનો માનવામાં આવે છે. આ અધ્યાયને વિરાટ પુરુષનો મહાયજ્ઞ કહેવામાં આવે છે. રુદ્રીના બીજા અધ્યાયના મંત્રો ખાસ કરીને બધી જ ષોડ્શોપચાર પૂજામાં ઉપયોગ લેવામાં આવે છે. બીજા અધ્યાયના ૧૬ મંત્રો બાદનાં છ મંત્રોને ઉત્તર નારાયણ સૂક્ત કહેવાય છે. આમ બીજા અધ્યાયમાં કુલ રર મંત્ર છે.

(૩) રુદ્રીનો ત્રીજો અધ્યાય અપ્રતીરત સૂક્ત કહેવામાં આવે છે. આ અધ્યાયના દેવતા ઇન્દ્ર માનવામાં આવે છે. આ અધ્યાયની ઉપાસનાથી શત્રુ બળ ઓછું થાય છે. એટલે જ ત્રીજા અધ્યાયને અપ્રતીરથ સૂક્ત કહેવામાં આવે છે. ત્રીજા અધ્યાયમાં ૧૭ મંત્રો છે.

(૪) રુદ્રીનો ચોથો અધ્યાય મૈત્ર સૂક્ત કહેવામાં આવે છે. સૂર્ય ભગવાનની સ્તુતિ છે. સૂર્યનો વૈદોક્ત મંત્ર આજ અધ્યાયમાં છે. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ/હિરણ્યયેન સવિતા રથેનાદેવો જાની ભુવનાની પશ્યન્ એટલે કે રાત્રિનાં સમયનો અંધકાર તથા અંતરીક્ષમાં વારંવાર ઉદિત દેવો અને મનુષ્યોને ભગવાન સૂર્ય શક્તિ અને બળ આપે છે અને તેના પાપ પુણ્યનું નિરીક્ષણ કરે છે. રુદ્રીનાં ચોથા અધ્યાયમાં ૧૭ મંત્ર છે.

(પ) રુદ્રીનો પાંચમો અધ્યાય સ્વયં મહાદેવજીનો ગણવામાં આવે અને શતરુદ્રીય પણ કહેવામાં આવે છે. પાંચમાં અધ્યાયમાં મહાદેવજીનું વર્ણન છે. આ અધ્યાયનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી બધાં દુ:ખો અને પાપોનો નાશ થાય છે. આ અધ્યાયમાં મહાદેવજીના અનેક સ્વરૂપોનું વર્ણન છે. તથા પાંચમા અધ્યાયમાં સ્થાવર-જંગમ બધા જ વર્ણો જાતી મનુષ્ય, દેવ, પશુ, વનસ્પતિનાં સ્વરૂપોનું વર્ણન કરી માન આપવામાં આવે છે અને સિદ્ધ કરવામાં આવેલ છે. આ અધ્યાયમાં કુલ ૬૬ મંત્ર છે.

(૬) છઠ્ઠો અધ્યાય મહચ્છિરના રૂપમાં છે. તેમાં પહેલા મંત્રમાં સોમદેવતાનું વર્ણન છે તથા આ અધ્યાયમાં મહામૃત્યુંજય મંત્ર પણ છે. મહાદેવજીની પ્રાર્થના મૃત્યુંજય મંત્રમાં છે. આ અધ્યાયમાં ૮ મંત્ર છે.

(૭) સાતમો અધ્યાય જટા કહેવામાં આવે છે. આ અધ્યાયમાં મરુત દેવતાનું વર્ણન છે. આ અધ્યાયના પાછલા મંત્રોનો ઉપયોગ અંત્યેષ્ટિ કર્મમાં કરવામાં આવે છે.

(૮) આઠમાં અધ્યાયને ચમક અધ્યાય કહે છે. આ અધ્યાયના દેવતા અગ્નિ છે. મનુષ્ય જીવનમાં જેટલી સંસારિક વસ્તુની જરૂર હોય તે યજ્ઞ દ્વારા પ્રાપ્ત થાય તેમાં મંત્રો આ અધ્યાયમાં આપવામાં આવેલ છે તથા જનસેવા પરોપકારનું શુભ ભાવનાનું રહસ્ય પણ આ જ અધ્યાયમાં છે. ૨૯ મંત્રનો આ અધ્યાય છે. તે ઉપરાંત ઉપસંહારના ૨૪ મંત્ર છે જે શાંતિ અધ્યાયનાં રૂપમાં બોલવામાં આવે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

EVM સાથે ચેડાં કરીને BJP 50 વર્ષ સુધી સત્તા પર ચીપકી રહેશે?: શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: ભાજપના પટણાસાહિબના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વધુ એક વખત પક્ષ વિરુદ્ધ બાગી તેવર દેખાડ્યાં છે અને તેમણે…

16 mins ago

અંબાજી ખાતે ગબ્બરના ઢાળ પર રિક્ષા પલટી જતાં સરસપુરના દાદા-પૌત્રનાં મોત

અમદાવાદ: શહેરનાં સરસપુર વિસ્તારમાં રહેતો પરિવાર ગઇ કાલે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરી બાલારામ ચામુંડા મંદિરે દર્શન કરવા…

28 mins ago

Rajkot: જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનની હત્યા કરી

અમદાવાદ: રાજકોટમાં કૌટુંબિક વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાના ઇરાદે બે સગા ભાઈઓએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી…

29 mins ago

પાક.ની ફરી ‘નાપાક’ હરકત: સાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી…

52 mins ago

તાન્ઝાનિયામાં નૌકા પલટી જતાં 44 લોકોનાં મોતઃ 400 લોકો હતા સવાર

કમ્પાલા: આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના વિક્ટોરિયા લેકમાં નૌકા પલટતાં ૪૪ લોકો મૃત્યુ પામ્યા છે. નાવમાં…

53 mins ago

ઈજાથી પરેશાન ટીમ ઇન્ડિયા સામે આજે ઘાયલ બાંગ્લાદેશી ચિત્તાઓનો પડકાર

દુબઈઃ એશિયા કપમાં પોતાનાં બંને ગ્રૂપ જીતી લઈને સુપર ફોરમાં પહોંચી ચૂકેલી ભારતીય ટીમ સામે આજે બાંગ્લાદેશના રૂપમાં હવે એક…

1 hour ago