RTOની પણ હવે ઊંઘ ઊડી સ્કૂલવાન-રિક્ષાનું સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા પૈકી પ૦ ટકાથી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલવાન તરીકે રજિસ્ટર થયાં નથી. આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇ પણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓ આજે કડકાઈભર્યું વલણ અપનાવતાં અનેક સ્કૂલરિક્ષા અને વાનને ડિટેઈન કરવામાં આવી છે.

આ તમામ વાહનોને દંડ પણ ફટકારવામાં આવશે. સ્કૂલવાન કે રિક્ષા તરીકે જે વાહનો રજિસ્ટર થયાં છે તેઓ કોઇ પણ નિયમોનું પાલન ન કરતાં હોવાનું બહાર આવતાં આરટીઓએ આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા-વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ફફડાટ પેસી ગયો છે.

આ અંગે આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું રજિસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમભંગ કરતી સ્કૂલવાન કે રિક્ષાચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

આજે અમદાવાદ સહિત વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગરમાં આરટીઓના ૫૬ કર્મચારીઓ દ્વારા સ્કૂલવાન-સ્કૂલ બસ અને સ્કૂલરિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું. મોટા ભાગનાં વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે.

આ તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે એટલું જ નહીં, પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. આજે થયેલી ડ્રાઈવમાં કોઈ સ્કૂલબસનો સમાવેશ થયો નથી.

અનેક સ્કૂલ વાન એસપીજી ગેસથી ચલાવવામાં આવે છે. વાનચાલકો ગેસના બાટલાની ઉપર જ બેંચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતાં હોય તેવી પણ ઘટનાઓ બને છે જે ખતરારૂપ જ નહીં દુર્ઘટના થવાની શકયતા વધારે છે. જે જીવતા બોમ્બ સમાન મનાય છે. આરટીઓમાં મારુતિ વાનનાં મોડલ માન્ય છે.

સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં ૧ર વર્ષથી નીચેનાં બાળકોની સંખ્યા ૧ર અને તેથી વધુ વર્ષનાં હોય તેવા છ બાળકો બેસાડી શકાય, જ્યારે રિક્ષામાં ૧ર વર્ષથી નીચેનાં છ અને તેનાથી વધુ ઉંમરનાં ત્રણ બાળકો બેસાડી શકાય.

divyesh

Recent Posts

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

13 mins ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

20 mins ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

29 mins ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

32 mins ago

શહેરનાં 54 સહિત રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાશે

અમદાવાદ: અમદાવાદ શહેરના પ૪ સહિત રાજ્યભરનાં ૯૦૦થી વધુ પોલીસ સ્ટેશનમાં બાપ સાથે આવતાં બાળકો માટે તમામ પોલીસ સ્ટેશનમાં બાળકોમાટે અલાયદો…

41 mins ago

નરોડાની મહિલાને કારમાં લિફ્ટ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ ગળું દબાવ્યું

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી અને કલોલના પલોડિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પેસેન્જર ગાડીના ચાલકે કોઇ…

43 mins ago