ખુલાસો: વિદેશી કંપનીએ બનાવ્યો છે ‘Make in India’ નો લોગો

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી મિશન મેક ઇન ઇન્ડિયાનો લોગો એક વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ લોગો દેશને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાનું હબ બનાવવાનું લક્ષ્યને દર્શાવે છે. ભારતની ચર્ચિત યોજનાનો લોગો વિદેશી કંપનીએ બનાવ્યો છે આ વાત રાઇટ ટૂ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) હેઠળ સામે આવી છે.

કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયે મધ્ય પ્રદેશના એક્ટિવિસ્ટ ચંદ્ર શેખ ગૌડના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે મેક ઇન ઇન્ડિયાનો લોગો ડિઝાઇન કરવા માટે કોઇપણ ટેન્ડર મંગાવવામાં આવ્યું ન હતું. 2014-15માં મંત્રાલય દ્વારા ક્રિએટિવ એજન્સીને પસંદ કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. અને તેના આધારે વેઇડેન પ્લસ કેનેડી ઇન્ડિયા લિમિટેડને પસંદ કર્યું હતું જેણે લોગો તૈયાર કર્યો હતો.

મેક ઇન ઇન્ડિયા ભારતને સશક્ત બનાવવાની એક પહેલ છે અને જેમ કે ભારતમાં પ્રતિભાની ખોટ નથી એટલા માટે જો તેનો લોગો પણ કોઇ ભારતીય કંપનીએ ડિઝાઇન કર્યો હોત તો આ એક સારો સંદેશ આપત.

You might also like