RSSના કાર્યકર્તાઓએ અલીગઢ મુસ્લિમ યુનિ.માં શાખા લગાડવા કરી માગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર તરીકે ફરજ બજાવતા મંસૂરને એક પત્ર લખ્યો છે. RSSએ દ્વારા લખવામાં આવેલ આ પત્રમાં AMU કેમ્પસમાં શાખા ખોલવાની મંજૂરી માગી છે. RSSનું કહેવું છે કે, તેઓ રાઈટ વિંગ સંગઠનો વિશે બંધાયેલી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે માગે છે.

પત્રમાં RSSએ કહ્યું કે, સંગઠનની ખરી વિચારધારાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા માગે છે જે તેમના માટે મહત્વપૂર્ણ છે. RSSના કાર્યકર્તા મોહમ્મદ આમીર રાશીદે પત્રમાં લખ્યું છે કે, RSS વિશે વિદ્યાર્થીઓ સાચી વાત જાણે તે જરૂરી છે. કેટલાંક વિદ્યાર્થીઓ આ સંગઠન વિરૂદ્ધ પાયાવિહોણા નિવેદન આપી ખોટી માહીતી ફેલાવે છે. RSS સંપૂર્ણપણે દેશને સમર્પિત છે અને ધર્મના આધાર પર કોઈ પણ ભેદભાવ રાખતું નથી.

તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટે આ અંગે કહ્યું કે, આ એક શૈક્ષણિક સંસ્થા છે કોઈ રાજકીય અખાડો નહીં. અમે આનો વિરોધ કરીશું. RSSની વિચારધારા દેશને વહેચવાની છે અને તેને કેમ્પસમાં ઘૂસવા નહીં દઈએ. જરૂર પડશે તો વિદ્યાર્થીઓ લડશે.

આ પત્રને પગલે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ મશ્કુર અહમદ ઉસ્માનીએ જણાવ્યું હતું કે આ એક શિક્ષણ આપતી સંસ્થા છે અહી માત્રને માત્ર ભણતરને મહત્વ આપવામાં આવે નહીં કે કોઈ રાજનીતિને.

You might also like