RSSની સ્કૂલમાં ભણેલો મુસ્લિમ યુવક સરફરાજ અાસામ બોર્ડનો ટોપર

ગોહાટી: અાસામમાં એક મુસ્લિમ બાળકે અારઅેસઅેસને ખુશીઅો મનાવવા માટે વધુ એક મોકો અાપ્યો છે. એકાદ અઠવાડિયાં પહેલાં અહીં ભાજપ ગઠબંધનની સરકાર બની અને પહેલીવાર પ્રદેશની સત્તામાં ભાજપ અાવ્યું. અા વખતે ખુશી મનાવવાનું કારણ અે છે કે સ્ટેટ બોર્ડમાં ટોપ કરનાર સરફરાજ અારઅેસઅેસના સહયોગથી ચાલનાર સ્કૂલ વિદ્યા ભારતીના વિદ્યાર્થી છે.

સરફરાજને ૬૦૦માંથી ૫૯૦ માર્ક્સ મળ્યા છે. અાસામના ૧૦માના બોર્ડના રિઝલ્ટમાં સરફરાજ ટોપ પર રહ્યો છે. સરફરાજને મળેલા માર્ક્સ કેટલાક અન્ય બાળકોને પણ મળ્યા છે પરંતુ તે મુસ્લિમ સમુદાયમાંથી અાવનાર પહેલી વ્યક્તિ છે.

સરફરાજની સ્કૂલ વિદ્યા ભારતી સંઘની શિક્ષા વિંગ સાથે જોડાયેલી છે. સરફરાજ સંઘ દ્વારા સંચાલિત વિદ્યા ભારતી સ્કૂલની બ્રાન્ચ શંકરદેવ શિશુ નિકેતનથી અા સફળતા મેળવનાર એક માત્ર વિદ્યાર્થી નથી.  ગોહાટીમાં બહારના ભાગમાં અાવેલા બેટકૂંચી સ્થિત સ્કૂલમાં ૨૪ મુસ્લિમ વિદ્યાર્થીઅો છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઅોને ગીતા પઠનની હરીફાઈમાં પણ ઇનામ મળી ચૂક્યા છે. સ્કૂલના હેડ માસ્ટર અક્ષય કાલિટાઅે કહ્યું કે અમને ક્યારેય મુસ્લિમ સમુદાયમાંથી અાવનાર બાળકોઅે કોઈ ફરિયાદ કરી નથી. અમે ભારતીય સંસ્કૃતિનાં મૂળ રૂપથી તેમની અોળખ કરાવીઅે છીઅે.

તેમણે એમ પણ કહ્યું કે અમે ક્યારેય બાળકો સાથે ભેદભાવ રાખવાની કોશિશ કરી નથી. સ્કૂલના નિયમ મુજબ બધા બાળકો અેક સાથે જ લંચ કરે છે અને લંચ ટાઈમમાં સ્કૂલના તમામ બાળકો તેમજ શિક્ષકો ભોજન મંત્ર પણ બોલે છે.

સરફરાજના પિતા અજમલહુસેન પોતાના પુત્રની અા સફળતા પર ખૂબ જ ખુશ છે. તેઅો કહે છે કે મારા પુત્ર માટે અાનાથી વધુ સારી સ્કૂલ કોઈ હોઈ ન શકે. કેમ કે અહીં ફ્રીમાં શિક્ષણ અાપવામાં અાવે છે. મારા નાનકડા પગારમાંથી પુત્રના અભ્યાસનો ખર્ચ ઉપાડવો મારા માટે મુશ્કેલ હતો. પુત્રને મળેલી સફળતા માટે તેઅો સરફરાજની મહેનતની સાથે સ્કૂલનાં બાળકોને પણ ક્રેડિટ અાપે છે.

You might also like