FPIનો મૂડ બગડ્યોઃ બજારમાંથી રૂ. 5,600 કરોડ પાછા ખેંચ્યા

નવી દિલ્હી: રૂપિયામાં વિક્રમી ઘટાડો અને ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવના કારણે વિદેશી રોકાણકારો હવે ભારતીય શેરબજાર પરથી મોં ફેરવી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય મૂડીબજારમાંથી રૂ. ૫,૬૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે.

આ અગાઉના બે મહિનામાં વિદેશી રોકાણકારો શેરબજાર પર બુલિશ હતા અને જોરદાર પૈસા લગાવ્યા હતા. છેલ્લા બે મહિનામાં વિદેશી રોકાણકારોએ કેપિટલ માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માં રૂ. ૫,૨૦૦ કરોડથી વધુ રોકાણ કર્યું હતું.

પોઝિટરીના તાજા આંકડા અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટીમાંથી રૂ. ૧,૦૨૧ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી રૂ. ૪,૬૨૮ કરોડ પાછા ખેંચી લીધા છે. આમ, એફપીઆઇનો મૂડ બગડી રહ્યો છે અને અત્યાર સુધીમાં રૂ. ૫,૬૪૯ કરોડ બજારમાંથી ઉપાડી લીધા છે. માર્કેટ એનાલિસ્ટ અનુસાર એફપીઆઇની ચિંતા હવે ભારતીય શેરબજારને લઇને વધી ગઇ છે.

You might also like