VIDEO: અમદાવાદની ઝાક GIDCમાંથી ઝડપાયેલ 270 કરોડ ડ્રગ્સ મામલે ચુકાદો અનામત

અમદાવાદઃ શહેર નજીક આવેલ વહેલાલની ઝાક GIDCમાંથી 270 કરોડનાં ડ્રગ કૌભાંડ મામલે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. આ કેસને ડેટુ ડે ચલાવવા આરોપીનાં વકીલે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. આરોપીનાં વકીલ તરફથી એવી દલીલ કરાઇ હતી કે કેસ ચાલવામાં વિલંબ થાય છે. જેથી આ કેસને ડેટુ ડે ચલાવાય.

જે અરજી પર કોર્ટે ચુકાદો 30 જાન્યુઆરી પર અનામત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, વહેલાલની ઝાક GIDCની ડ્રગ ફેકટરીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનાં પુત્ર મુખ્ય આરોપી છે.

270 કરોડનાં ડ્રગ્સ કૌભાંડ મામલો
આરોપીનાં વકીલે ડેટુ ડે કેસ ચલાવવા કરી અરજી
કેસ ચલાવવામાં વિલંબ થતો હોવાની કરી દલીલ
ગ્રામ્ય કોર્ટે 30 જાન્યુઆરી સુધી ચુકાદો રાખ્યો અનામત
વહેલાલની ઝાક GIDCની ડ્રગ ફેક્ટરીમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ
પૂર્વ MLA ભાવસિંહ રાઠોડનાં પુત્ર મુખ્ય આરોપી

You might also like