IPL: બેંગ્લોર સામેના પરાજયથી મુંબઇની ટીમ પ્લે ઓફમાંથી લગભગ બહાર…

અંતિમ ઓવરમાં મુંબઇને જીત માટે 25 રનની જરૂરિયાત હતી. પરંતુ અંતિમ ઓવરના પ્રથમ બોલ પર હાર્દિક પંડયા આઉટ થઇ ગયો. ટીમ સાઉથીએ બેંગ્લોરની ટીમને સફળતા અપાવી. ત્યારબાદ બેન કટિંગે બાઉન્ડ્રી મારી તેમજ અંતિમ બોલ પર સિકસર મારી છતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો પરાજય થયો.

ટીમ સાઉથીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટીમ સાઉથીએ 4 ઓવરમાં 25 રન આપી બે વિકેટ ઝડપી હતી. બેંગ્લોરની ટીમે આઇપીએલની 11મી સીઝનની 31મી મેચમાં મુંબઇને 14 રને પરાજય આપ્યો. મુંબઇની ટીમ 168 રનના લક્ષ્યનો પીછો કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 153 રન જ બનાવી શકી.

આ સાથે બેંગ્લોરની ટીમની 8 મેચમાંથી ત્રીજી જીત સાથે પોઇન્ટ ટેબલમાં 5માં સ્થાન પર પહોંચી ગઇ છે જ્યારે મુંબઇની ટીમનો 8 મેચમાંથી 6માં પરાજ્ય થયો. આમ મુંબઇની આ હાર સાથે તે પ્લે ઓફમાંથી લગભગ બહાર થઇ ગઇ છે. મુંબઇ તરફથી હાર્દિક પંડ્યાએ 50 રનની ઇનિંગ્સ રમી હતી.

વિરાટ કોહલીની સુકાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે મુંબઇ ઇન્ડિયન્સ સામે 168 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આરસીબી તરફથી સૌથી વધારે 45 રનન મનન વોહરાએ કર્યા હતા. મેક્કુલમે 37 તેમજ વિરાટ કોહલીએ 32 રન બનાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી હાર્દિક પંડયાએ 3 ઓવરમાં 28 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મુંબઇની અંતિમ ઓવરમાં આરસીબીએ 24 રન બનાવ્યા હતા. હાર્દિક પંડયાએ 18મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

You might also like